હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો આજે ભગવો લહેરાતાં આ ભવ્ય વિજયને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકારેલ હતો વિજયભાઈએ જણાવ્યું હતું કે દિલ્હીમાં કમળ ખીલતાં જ આપ અને કૉંગ્રેસ તરફે લોકોનો ભરોસો તૂટી ગયો છે.
ભલે લાંબા સમય બાદ ભાજપને સત્તા મળી પણ લોકોને હવે રાહત મળશે દિલ્હીમાં સત્તા જાળવવા માટે આપ સહીત રાજકીય પક્ષો નિષ્ફળ નિવડ્યા છે તેની ભાજપના એકએક કાર્યકરોમાં ખુશાલી છે આપ લાંબા સમયથી સત્તા પર હોય પણ પણ પાર્ટીના મોટાભાગના ગેરરીતિના આરોપ લાગ્યાં હતાં જે જનતાએ આજે ચુકાદો આપી દીધો.