WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ગોંડલાધારના ૨૨ વર્ષના હીરાઘસુ મહેશનું માધવીપુર પાસે બાઇક સ્‍લીપ થતાં મૃત્‍યુઃ પરિવારમાં ગમગીની

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ગોંડલાધારના યુવાનનું નજીકના માધવીપુર ગામ પાસે બાઇક સ્‍લીપ થઇ જતાં મૃત્‍યુ થયું છે. ગઇકાલે તેને સગપણ માટે કન્‍યાના પરિવારજનો જોવા આવવાના હોઇ તે જસદણ બાલ-દાઢી કરાવવા ગયો હતો. ત્‍યાંથી પરત આવતો હતો ત્‍યારે બનાવ બનતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
જાણવા મળ્‍યા મુજબ જસદણના ગોંડલાધાર ગામે રહેતાં મહેશ કુરજીભાઇ માનકોળીયા (ઉ.વ.૨૨) નામના યુવાનને જસદણ-માધવીપુર વચ્‍ચે બાઇક સ્‍લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ અંગે જસદણ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર યુવાન ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો અને હીરા ઘસી પરિવારને મદદરૂપ થતો હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. મૃતકના સગાના કહેવા મુજબ મહેશને કન્‍યાવાળા સગપણ માટે જોવા આવવાના હોઇ તે દાઢી-બાલ કરાવવા જસદણ ગયો હતો. ત્‍યારે રસ્‍તામાં આ ઘટના બની હતી. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કાળો કલ્‍પાંત સર્જાયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો