પાળીયાદ સ્મશાનની બાજુની તાર ફેન્સીંગની વાડની બાજુમાં એક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવતા પોલીસે અજાણી મહીલા વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહીતી મુજબ પાળીયાદ ગામના દેવજીભાઇ કુકડીયા અને કાળુભાઇ ધુધાભાઈ કુકડીયા સ્મશાન પાસે જઈ જોતા સ્મશાનની આથમણી બાજુની તાર ફેન્સીંગની વાડની બાજુમાં એક ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવતાં આ બનાવ અંગે પાળીયાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ ટીમ આવી જતા મૃત નવજાત બાળકની લાશને પી.એમ. માટે CHC પાળીયાદ ખાતે લઇ જવા તજવીજ હાથ ઘરી હતી.
અજાણી મહિલા વિરુધ્ધ ભીમજીભાઇ ગોપાલભાઇ કુકડીયાએ પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્ય હતો.