બોટાદમાં વ્યાજખોરોએ ફરી આતંક મચાવ્યો યુવકને કારમાં બેસાડી ગાળો આપી માર મારી તેમજ ફરિયાદીના પપ્પા અને તેના કાકા ને સાંજ સુધીમાં પૈસા આપી જજો તેવી ઘમકી આપી ફરિયાદી અને તેના પિતા અને દાદીને વ્યાજના પૈસા ને લઈ માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અક્ષયભાઈ ભરતભાઈ મેતલીયા ઉ.વ. 23 ધંધો રત્નકલાકાર રહે ભાવનગર રોડ સીતારામ નગરના પત્ની પ્રેગનેટ હોવાથી પૈસાની જરૂરિયાત હોય જેને લઇ ફરિયાદીનો મિત્ર મારફતે બોટાદ મહાજનની વાડીમાં વ્યાજના પૈસાની ઓફિસ ચલાવતા હસ્તીરાજ ભરતભાઈ ખાચર રહે કાનીયાડ વાળા ની મુલાકાત કરાવી તેની પાસેથી 5000 રૂપિયા વ્યાજે લેવાની વાત કરેલ અને કહેલ દર અઠવાડિયે 500 વ્યાજ લેખે વ્યાજ આપવું પડશે તારે જોઈએ તો લઈ જા જેથી દવાના દવાખાનાના કામમાં પૈસા ની જરૂરિયાત હોય જેને લઈ 5000 વ્યાજે લીધેલા હોય અને 3500 વ્યાજ ચૂકવી દીધેલ હોય અન્ય વ્યાજ ચૂકવવાની વ્યવસ્થા ન થતા આરોપીઓ કાળા કલરની ક્રેટા ફોરવીલ જેનો નંબર જી.જે. 33 એફ 9282 લઈ આવી ફરિયાદીને કારમાં બેસાડી લઈ જઈ માર મારવામાં આવ્યો હતો.
અને સાંજ સુધીમાં મારું વ્યાજ મને મળી જવું જોઈએ એવી ધમકીને લઈ ફરિયાદી એ તેના પિતા અને કાકા ને વાત કરતા આરોપીને પૈસા લેવા માટે બોલાવતા આરોપી હસ્તીરાજ અને બે અજાણ્યા માણસો કાળા કલરની કાર લઇ આવી ફરિયાદીના પિતા ને બંને પગે આડેધડ લાકડી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી
જ્યારે ફરિયાદીના દાદી વચ્ચે પડતા તેમને પણ નાની મોટી ઈજાઓ પહોંચાડી ધોકા વડે માર મારી ફેક્ચર કરી અને આરોપી હસ્તીરાજ ફરિયાદીને છરી લઈ મારવા દોડેલ અને ફરિયાદીના પિતા અને દાદીને નાની મોટી ઇજાઓ થતા તાત્કાલિક 108 મારફતે બોટાદની સરકારી સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.