WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જિંદગી કી તલાશ મેં મોત કે કિતને પાસ આ ગયે હમ.

આ આપણે ક્યાંથી ક્યાં આવી પહોંચ્યા છે. હવે બધું જ ખલાસ થવા બેઠું છે. પહેલા પિતાના ઘરમાં આવવાનો સમય થાય એટલે પરિવારના બધાં સભ્યો સાવધાન થઇ જતા હતા. પિતા ઘરમાં પ્રવેશ કરે એટલે આપણી માતાજી એમના હાથમાંથી થેલી લઈ લેતા હતા. પિતા રોજના આવવાના સમયથી જરા મોડા પડ્યા હોય તો આપણા માતાજી દરવાજા સુધી પાંચ સાત ચક્કર મારી ચુક્યા હોય. 
હજુ કેમ આવ્યા નહી? રોજ તો આવી જાય છે? ઘરમાં પિતાનો પ્રવેશ થાય એટલા પહેલા એમને શાંતિથી બેસવા દેવામાં આવતા હતા. પછી પાણીનો ગ્લાસ આપવામાં આવતો હતો. પાણી માટે પણ દરેક ઘરોમાં પાણિયારું રહેતું હતું. શીતલ મીઠું પાણી એક ગ્લાસ પીતા જ તનમનમાં ઠંડક પ્રસરી જતી હતી.
આજે પિતા ઘરમાં આવે તે વખતે સંતાનો ઘરમાં સંતાનો હાજર હોતા જ નથી. 

આજે સંતાનો મોડી રાત સુધી ભટકતા ભુતની માફક ભટકતા રહે છે. વ્યસનો શિકાર બની પરિવાર સાથે સમાજ અને દેશને પણ પારાવાર નુકસાન કરે છે. પરિવારના સભ્યો એક સાથે બેસી પલાઠી મારી શાંતિથી અલકમલકની વાતો કરતા હંસીમજાક કરતા જમતાં હતા. આપણી કમનસીબે હવે આ દ્રશ્ય દુલર્ભ બનતું જાય છે.

પહેલા કપડાં જુના પણ સ્વચ્છ પહેરાતા હતા. કપડાંમાં કાણું પડે કે કપડાં ફાટે તો તરત જ દરજી પાસે જઈ રીપેર કરી દેવામાં આવતા હતા. રફુ કોને કહેવાય નવી પેઢીને ખબર હશે ખરી ? આજે તો સારી નવી જિન્સની પેટ ઘૂંટણ આગળ જાણી જોઈને ફાડીને પહેરવામાં આવે છે બોલો નવી પેઢી બિચારી કેટલી કંગાળ છે? 

ઘરમાંથી ઓસરી ફળિયા માળિયા તુતક ગોખલો ગાયબ થઈ ગયા છે. કાતરિયુ કોને કહેવાય કોણે કોણે ખબર છે? 

ફ્રીઝ એ. સી. નું ચલણ નજીવું હતું કુદરતી ખોરાક કુદરતી હવા પાણીથી બધુ ટનાટન ચાલતું હતું . લોકો માંદા પડતા નહોતા. દવા ડોક્ટર બહું દુર હતા. 
પહેલા ઘરમાં જ ખાવાપીવાનું ચલણ હતું બહાર રેંકડી પર કે લારી પર ચાહ પણ છુપાઈ છુપાઈને પીવાતી હતી. આજે તો સુરત જેવા શહેરોમાં રવિવારે સાંજે લગભગ ૮૦ ટકા ઘરોમાં સાંજની રસોઈ થતી જ નથી. 

બહાર ત્રણ ચાર કલાક લાઇનમાં ઊભા રહી બગડેલી ગ્રેવી ખરાબ તેલથી બનતી ભંગાર રસોઈ ચાર ઘણા પૈસા ચુકવી હોશે હોશે ખાવામાં નવી પેઢી ગૌરવ અનુભવે છે. બોલો હજુ કેટલી પ્રગતિ કરવી છે? 

આજે ઘરમાં સભ્યો નવરા પડે એટલે મોબાઈલ લઈ બેસી જાય છે. એકબીજા સાથે વાતો કરવાનું ભુલાઈ ગયું છે. પરિવારના સભ્યો નજદીક પાસપાસે હોવા છતાં જાણે માઈલો દુર છે. દિવસે દીવસે વધુને વધુ દુર થતા જાય છે 

અપનાપન લાગણી હુંફ મમતા લાગણીનું ક્યાંય નામોનિશાન રહ્યું નથી. બધાને એકાંત જોઈએ છે. જાણે જિંદગી કી તલાશમેં મોત કે કિતને કરીબ આ ગયે હમ.

કાણાવાલી ગંજી સાદી સ્લીપર તુટેલી દાંડીના દોરીવાલા ચશ્માવાલા પિતા હવે ભવિષ્યમાં દેખાશે ખરા? પિતા હવે બિચારા ઘરના ખૂણે ફર્નિચર બની ગયા છે કે વૃદ્ધાશ્રમમાં સજા કાપી રહ્યા છે. ગાંધી ટોપી સફેદ બગલાની પાંખ જેવી ધોતી ગાયબ થઈ ગઈ છે.

કામ ના હોય તો બીજા રૂમના લાઇટ પંખા બંધ કરવાની જુની પેઢીની આદતને નવી પેઢી ક્યારે પણ અનુસરવાની નથી. પાણી તો હવે ઘરમાં આવતા સાથે જ ફ્રીઝમાંથી લઈ પ્લાસ્ટિકની બોટલોમાંથી સીધું મોઢામાં જાય છે ડોયુ ગ્લાસ હવામાં ગાયબ થઈ રહ્યા છે 

ચંપલ તુટી જાય તો મોચી પાસે જવાવાલા કેટલા બચ્યા છે? મોચી પણ ગાયબ થઈ રહ્યા છે. છત્રી રીપેર કરવાવાલા પણ લુપ્ત થઈ રહ્યા છે. બસ ફેંકી દો નવું લો. ખર્ચા વધારો પછી લોનો લઈ પોતાની સાથે પરિવારનું જીવવાનું હરામ કરો.: ઘરમાં કલર થયો હોય તો કલરની ખાલી ડોલ ઘરમાં વાપરવાવાલા ખોવાઈ ગયા છે. 

સાંજે ચાલતા ચાલતા લીમડાના દાતણની ચીરી શોધવાવાલાનો આ ટુથપેસ્ટના જમાનામાં ક્યાં ગયા? અરે ટુથપેસ્ટ ખલાસ થવા આવી હોય તો સાણસીથી પેસ્ટ પકડી વધુ એક બે દિવસ ટુથપેસ્ટ ચલાવવા વાલા કલાકારો ક્યાં ગયા? 

દૂરંદેશી ચીવટ બચત ચવાઈ ગઈ છે.
આપણે જીવી રહ્યા છે બસ જીવી ખાઇએ છે એ વિચારવાનો સમય પણ ક્યારનો નીકળી ગયો.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો