હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ના રોજ યોજાય રહી છે ત્યારે આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપના જુના સક્રિય કાર્યકર સુરેશભાઈ છાયાણીને ભારતીય જનતા પાર્ટી તરફથી વોર્ડ નંબર ૫માં દાવેદારી કરી હોવાં છતાં ટિકિટ ન મળતાં આખરે તેમણે વિશાળ ટેકેદારો સાથે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.
આ અંગે સુરેશભાઈએ જણાવ્યું હતું કે ભાજપમાં મે અને મારા સાથીદારો સાથે ભાજપમાં વર્ષોથી સક્રિય રીતે કામગીરી કરી જયારે સમય આવ્યો ત્યારે અમને ફેંકી દીધાં રીતસરનો અમારી સાથે અન્યાય થયો છે વર્ષોથી વોર્ડ નંબર ૫માં મારી તથા મારા વોર્ડના સાથીદારોની કામગીરી બેનમુન છે.
લોકોનાં કામો અંગે અમે અડધી રાત્રિએ પણ જાગ્યા છીએ અમને વિશ્વાસ છે કે આ વિસ્તારના મતદારો અમને મત આપી ચુંટાવી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અમને ટીકીટ ન આપવા બદલ પાર્ટી સામે કોઈ શિકાયત નથી સમય સમયનું કામ કરશે