WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાના વૉર્ડ નંબર ૬ના ભાજપના ચારેય ઉમેદવારો બીજાનું દર્દ ઉધાર લેનારા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફ્રેબ્રૂઆરીના રોજ યોજાનારી છે ત્યારે વિવિઘ પક્ષો અને અપક્ષોએ પોતાનું ફોર્મ ભરી દીધું છે આ ફોર્મ ચકાસણી અને કેટલાંક ફોર્મ પરત ખેંચાતા મંગળવારે સાંજે કોણ મેદાનમાં છે? 
તે ચિત્ર સ્પષ્ટ થઈ જશે સાત વર્ષ કરતાં વધુ સમય પછી જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાય રહી છે ત્યારે સ્વભાવિક છે કે રાજકીય પક્ષોમાં થનગનાટ હોય આ વખતે ભાજપએ વોર્ડ નંબર ૬માં કુસુમબેન દાવડા, માધવીબેન વસાણી (સોનલબેન) પ્રવીણભાઈ ભાયાણી, અશોકભાઈ ધાધલને ટિકિટ આપી આ વિસ્તારના રેહવાસી માટે સોનામાં સુગંધ પ્રસરાવી છે 

કારણ કે આ ચારેય સભ્યો લાંબા સમયથી સામાજિક સેવાકિય કામો સાથે સંકળાયા છે એમાંય અશોકભાઈ ધાધલ તો છેલ્લાં ૧૫ વર્ષથી વધું સમયથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે અત્યાર સુધીમાં કોઈ વેપારી પાસેથી એક પણ જાતની ફી ઉઘરાવ્યા વગર સંસ્થા સરસ મજાની ચાલી રહી છે આટલું જ નહીં પણ જયારે કોરોનાનો કપરો કાળ ચાલતો હતો ત્યારે તેમના ભાઈ હરેશભાઈ સાથે અસંખ્ય દર્દીઓને વિનામુલ્યે ઑક્સિજનની વ્યવસ્થા કરી આપી હતી.

ખાસ કરીને આ ચારેય સભ્યો દરેક સમાજનાં સુખદુઃખના પ્રસંગોમાં મોખરે હોય છે ઉપરાંત શિક્ષણ આરોગ્ય જેવાં લોકોનાં અનેક કાર્યોમાં ખડેપગે રહે છે જસદણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણ વર્ષોથી ભાજપનો ગઢ છે અને તે રેહવાનો છે 

અમે સાતેય વોર્ડમાં વિકાસના કામો કરાવ્યાં છે જે અમારું મુખ્ય કામ છે એક પણ વિસ્તાર વિકાસથી વંચિત નથી અને કોઈ નાગરિકને અગવડતા હોય તો તરત તેમનો પ્રશ્ન સોલ કરી આપીએ છીએ જસદણમાં શિક્ષણથી માંડીને આરોગ્ય સુધીની વ્યવસ્થા ભાજપએ સરસ રીતે ગોઠવી છે અને હાલ પણ અમારાં રાજકીય આગેવાનો લોકોના કામો કરી રહ્યા છે અત્રે નોંધનીય છે કે જસદણની આ ચુંટણીનું ચિત્ર મંગળવારે સ્પષ્ટ થઈ જશે હાલ ૭૪ મુરતિયાઓ મેદાનમાં છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો