WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાના કેટલાંક ઉમેદવારને કાલે બેઠાં બેઠાં રાજ મળી જાય એવી શકયતા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફ્રેબ્રૂઆરીના રોજ યોજાય રહી છે આ માટે સાત વૉર્ડની ૨૮ બેઠકો પર હાલ ૭૮ લોકોએ ઉમેદવારી નોંધાવી છે આજે ફોર્મની ચકાસણી છે આવતી કાલે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે.
ત્યારે કેટલાંક સભ્યો બિનહરીફ બની મત લીધાં વગર ઉમેદવાર બની જાય એવી શક્યતા હોવાનું રાજકિય પંડિતોમાંથી જાણવા મળે છે કહેવાય છે કે સીધી લીટીના લોકો રાજકારણમાં ન ચાલે એ ઉકિત મુજબ કેટલાંક લોકોએ આગોતરું આયોજન પણ કર્યુ હોવાનું ચર્ચાય રહ્યું છે.

રાજકારણમાં હોવું અને રાજકીય ચતુરાઈ વાપરવી એ બન્ને અલગ બાબત છે ત્યારે કાલે જસદણ નગરપાલિકાના કેટલાંક ઉમેદવાર બિનહરીફ બને એવી જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે જસદણ નગરપાલિકાના ઇતિહાસમાં જે લોકો પોતાના પરસેવાની કમાણીમાંથી સરકારને વિવિઘ ટેક્સ ચુકવે છે તેનો ભયંકર દુર ઉપયોગ થયો છે હાથમાં તેનું મોઢામાં તે ઉકિત મુજબ એકેય કામોમાં ભલીવાર થઈ નથી એટલે કરોડો રૂપિયા વેડફાયા છે કેમ વેડફાયા તે આજ સુધી કોઈ શોધી શક્યું નથી તે પ્રજાની કમનશીબી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો