હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના કનેસરા ગામે ઉધાર આપવાની ના પાડનાર દુકાનદાર ઉપર બે શખ્સોએ હથોડી અને લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો. કનેસરા ગામે પાનની દુકાન ધરાવતા ભાવેશભાઇ વિહાભાઇ રાઠોડ (ઉ.વ.રપ) ઉપર તે જ ગામના ગોરધન ગાંડુભાઇ રાઠોડ તથા કાળુ સુરાભાઇ કુકડીયાએ હથોડી અને લોખંડના સળીયાથી હુમલો કરતા ભાવેશભાઇને ઇજા થતા સારવાર અર્થે જસદણ હોસ્પીટલમાં ખસેડાયા હતાં.
ઇજાગ્રસ્ત ભાવેશભાઇએ આરોપી ગોરધનને ઉધાર દેવાની ના પાડતા તે બાબતનો ખાર રાખી ગોરધન તથા કાળુભાઇએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત ભાવેશભાઇએ ઉકત બન્ને સામે ફરીયાદ કરતા જસદણ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.