બોટાદ જિલ્લામાં પાળીયાદ ગામ નજીક ભડલા રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે ફરાર થયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.