જસદણમાં બીજા પક્ષમાં ચુંટણી લડતાં ચાર ઉમેદવારોને ભાજપએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરતાં રાજકીય ઉથલપાથલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આવતીકાલે યોજાય રહી છે ત્યારે ભાજપના ચાર કાર્યકરો જે હાલ અન્ય પક્ષમાં ઉમેદવારી કરી રહ્યાં છે તેમને ભારતીય જનતા પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરતાં આગામી દિવસોમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ એવું વાતાવરણ સર્જાયું છે આજે ભાજપએ જે સભ્યોને સસ્પેન્ડ કર્યા તે દિનેશભાઈ હીરપરા, શામજીભાઈ ડાંગર, સુરેશભાઈ છાયાણી, નિતિનભાઈ ચોહલીયા છે આ ચારેય ભાજપના સભ્યો હતાં અને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે ત્યારે પાર્ટીની વિરુદ્ધમાં જતાં જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાએ છ વર્ષ માટે આ ચારેય સભ્યોને સસ્પેન્ડ કરી ભાજપ પ્રદેશ સંગઠનના મુખ્ય હોદ્દેદારોને જાણ કરી છે આ અંગે સસ્પેન્ડ થયેલા સભ્યો પૈકી કોઈની પ્રતિક્રિયા સામે આવી નથી.