આપણે ત્યાં બેકારી બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે. લાખોના ખર્ચે ૧૫ કિંમતી વરસો બગાડ્યા પછી પણ નોકરીઓ મળતી નથી. યુવાનોમાં વિદેશનો મોહ હોય છે.
એક કડવી હકીકત એ પણ છે કે આ બેકાર શિક્ષિત યુવાનોને મહેનત પસીનો પાડ્યા વગર રાતોરાત કરોડપતિ બની જવું છે. એમાં બધી તકલીફોની શરૂઆત થાય છે.
આપણે ત્યાં રિક્ષાવાલા પાણીપુરીવાલા ચાહની કીટલીવાલા પાનના ગલ્લાવાલા શાકભાજી વેચવાવાલા નાની મોટી ઘરવખરી કટલરીવાલા આંગડીયામા અને પ્રાઇવેટ પાર્સલ ડિલિવરી કરવાવાલા ફૂડ પાર્સલ કરવાવાલા મહેનત કરી રોજેરોજ સારી એવી કમાણી કરી લે છે. આવા બીજા સેંકડો નાના મોટા વેપાર ધંધા છે જેમાં ઓછા મૂડી રોકાણમા તમે સારી એવી કમાણી કરી કરી શકો છો.
પણ આપણી અને યુવાનોની કમનસીબે આજના યુવાનોને આ બધાં કામ કરવામા શરમ આવે છે. ઘરના નાનામોટા કામ કરવામાં શરમ આવે છે. સંકોચ થાય છે. તો પછી આ યુવાનો ભણ્યા પણ ગણ્યા નહી એમ કહી શકાય. તમારી ડીગ્રીનો કાગળ માત્ર અને માત્ર એક શો પીસ છે. એ તમે આપણી શેરી મોહલ્લામા સાંજે દાણાચણા વેચવા આવતા લારીવાલા ભાઈઓ તમને તમારી ડિગ્રીના કાગળના બદલામાં પાંચ રૂપિયાના દાણાચણા પણ આપશે નહી! આ એક આપણને ના ગમે પણ એક કડવી હકીકત છે.
ભાઈઓ મહેનત કરો. ખુનપસીનો એક કરો. તમારા પિતાની એક દિવસની રોજનીશી નો બારીકાઇથી અભ્યાસ કરો તમને બધું આપોઆપ ઓટોમેટિક સમજાઈ જશે.
આપણે હમણાં કકળાટ કરીએ છીએ કે અમેરિકાએ આપણા યુવાનોને હાથપગમાં બેડી નાખી ભારત પાછા મોકલ્યા. આપણે અને સરકારે અમેરિકા સામે આમ કરી નાખવું જોઈએ તેમ કરી નાખવું જોઈએ એવા વગર કામના દેકારા પડકારા કરીએ છીએ. એનો કોઈ જ મતલબ નથી.
આપણે તો અમેરિકાનો આભાર માનવો જોઈએ. કે આ આપણા ભારતીયોને અમેરિકાએ સહી સલામત જીવતા જાગતા પાછા વતન મોકલ્યા તો ખરાં? તમે વિચારો અમેરિકા આ ભારતીયોને પાછા મોકલવાને બદલે અમેરીકાની જેલોની કાળકોટડીમાં વરસો સુધી સડવા માટે બંધ પુરી દેતે તો? તો આપણે અમેરિકાનું શુ ઉખાડી લેતે?
તમે ગેરકાયદે પાકમાં આવી રીતે ઘુસ્યા હોત તો કદાચ જીવતા પાછા આવી શકતે નહી.
તમે તમારા ઘરબાર ખેતર મિલકત સોનું વેચી બીજા નાના દેશોમા ગેરકાયદે પ્રવેશ કરી અમેરિકામા ગેરકાયદે પ્રવેશ કરો છો તે કેટલો મોટો ગુનો છે તમને ખબર છે? તમને જેલ થઈ શકે છે.
તમારી સામે અમેરીકાની અદાલતમાં કાર્યવાહી થઈ શકે છે. તમને જેલમાં મરણોતલ માર પડી શકે છે. તમારા શરીરના અંગોને કાયમી નુકસાન થઈ શકે છે. તમે લુલા લગંડા થઈ શકો છો
આપણે કંઈ પણ વિચાર્યા વગર અમેરિકાનો વાંક કાઢીએ તે કેટલું વાજબી કહેવાય?
અમેરિકા આપણા વતનમાં આપણા ઘરોમાં આપણે કુમકુમ તિલક કરી ચોખા ચોંટાડી બોલાવા આવ્યું હતું? ના ને તો પછી અમેરિકાનો વાંક કાઢવો કેટલા અંશે યોગ્ય છે? અમેરિકા આ લોકોને એક વખતે ફાંસી પર પણ ચડાવી દેતે તો પણ આપણે કંઈ કરી શકવાના નહોતા.
આપણે આ પાછા આવેલા યુવાનો વતી એમના પરિવાર વતી ભારત સરકાર વતી અમેરિકાનો આભાર માનવો જોઈએ એમ તમને નથી લાગતું?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭