હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના આટકોટમાં દીકરીઓએ પોતાનાં માતાને કાંધ આપી અંતિમસંસ્કાર આપતાં ઊપસ્થિત લોકો રડી પડ્યા હતા હિન્દુ ધર્મ પ્રમાણે જયારે માતાનું મૂત્યું થાય ત્યારે પુત્ર અરથીને કાંધ આપે છે.
પણ આજે જસદણના આટકોટ ગામે ત્રણ પુત્રીઓએ માતાને અગ્નિ સંસ્કાર આપતા લોકો રડી પડ્યા હતાં આ અંગેની વિગત એવી છે કે જસદણના આટકોટ ગામના રાજગોર બ્રાહ્મણ શાંતાબેન નંદલાલભાઈ મહેતા ઉ.વ.૭૬ નું આજે ગુરુવારે સવારે અવસાન થતાં તેમની ત્રણ પુત્રીઓ ઊર્મિલાબેન, ઇન્દુબેન, અને ઈલાબેનએ કાંધ આપી સ્મશાનમાં અંતિમસંસ્કાર આપ્યાં હતાં.
અત્રે નોંધનીય છે કે આજે મરણ પામેલ શાંતાબેનના પતિ અને પુત્ર બન્ને વર્ષો પહેલા દેહવિલય પામ્યાં હતાં ત્યારે આજે તેમના અંતિમસંસ્કાર તેમનાં વિશાળ પરિવારના સભ્યો સાથે તેમની પુત્રીઓએ કરતાં ભારે શોકમય દ્રશ્યો સર્જાયા હતા.