હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં ભાજપએ ગત રાત્રે એક ઓપરેશન પાર પાડતા એમાં વૉર્ડ નંબર ૬માં ભાજપના ચાર સભ્યોની સામે એક માત્ર આમ આદમી પાર્ટીના એક જ સભ્ય હરીફ હતાં તેઓએ ગઈકાલે પોતાનો ટેકો જાહેર કરી કેસરીયો ધારણ કરી લેતાં હવે વૉર્ડ નંબર ૬માં માત્ર ઔપચારિક રીતે ચુંટણી યોજાશે આ અંગે ઓપરેશન પાર પાડનાર ઉધોગપતિ અને સક્રીય સામાજિક કાર્યકર હરેશભાઈ ધાધલને મોવડી દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે.
જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર ૬માં કોંગ્રસ અને આમ આદમી પાર્ટીના અન્ય સભ્યોએ અગાઉથી પોતાની ઉમેદવારી ખેંચી લીધી હતી પણ તે પૈકી ભાજપના ચાર સભ્યો સામે એક માત્ર નયનાબેન હિતેશભાઈ હીરપરા બાકી હતાં.
ત્યારે એમણે રાત્રિના જ ભાજપનો ખેસ ધારણ કરી પોતાનું સમર્થન ભાજપને કરતાં હવે માત્ર ઔપચારિક રીતે વોર્ડ નંબર ૬માં ચુંટણી યોજાશે અત્રે નોંધનીય છે કે હાલ વૉર્ડ નંબર ૬માં ભાજપ તરફથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ, ઉધોગપતિ પી વી. ભાયાણી અને મહિલા આગેવાન સોનલબેન વસાણી ચુંટણી લડી રહ્યાં છે.
આ પહેલા આ જ વોર્ડમાંથી ભાજપના એક મહિલા સભ્ય બિનહરીફ જાહેર થયા હતા હવે ભાજપ સામે એક માત્ર સભ્ય નયનાબેન બચ્યાં હતાં તેમણે પણ પોતાનો ટેકો ભાજપને જાહેર કરી દેતાં વૉર્ડ નંબર ૬માં માત્ર ઔપચારિક ચુંટણી લડાશે આમ નગરપાલિકાની ચૂંટણીના પ્રારંભમાં ભાજપએ કેટલાંક વૉર્ડમાં મેદાન માર્યું હતું દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણ ભાજપનો ગઢ છે અને રેહવાનો જ છે કારણ કે અમારાં અનેકાએક વિકાસના કામો કર્યા છે અને લોકોએ પણ નોંઘ લીધી છે.