હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાને આઝાદી બાદ આગામી ચૂંટણી પછી પોતાની માલિકીનું કહી શકાય એવું અઘતન મકાનની ભેટ રાજ્ય સરકાર તરફથી મળશે આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણમાં જ્યારથી ગ્રામ પંચાયતથી માંડી નગરપાલિકા આવી ત્યાં સુધીમાં પોતાની માલિકીની કહી શકાય એવી એક પણ ઈમારત ન હતી.
અત્યાર સુધી અન્યની માલિકીની જગ્યા પર બેસી પંચાયત અને પાલિકા પોતાનું ગાડું ગબડાવયે જતી હાલ પણ નગરપાલિકા જસદણ માર્કેટ યાર્ડના મકાનમાં ચાલી રહી છે.
એવાં સંજોગો વચ્ચે આગામી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાદ પાલિકાને પોતાનું કહી શકાય એવી અઘતન ઈમારતની ભવ્ય ભેટ મળશે વિજયભાઈ રાઠોડએ વધુમાં જણાવ્યું હતું કે રાજયનાં કેબિનેટ મંત્રી અને જસદણ ૭૨ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયાના અથાક પ્રયત્નો થકી શહેરના વાજસુરપરા વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત થયેલ નગરપાલિકાનું બિલ્ડિંગ હાલ તૈયાર છે.
જેમાં ટોપ થી બોટમ સુધીની દરેક વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી અઘિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, અને વિશેષ તો નાગરીકોને કોઈ હાલાકી વેઠવી ન પડે તે માટે એવું આયોજન આ નગરપાલિકાની ઈમારતમાં થયું છે પણ હાલ જસદણને ચુંટણીનું ગ્રહણ લાગ્યું હોવાથી ચુંટણી બાદ પ્રજાને આ ભવ્ય નગરપાલિકાની ભેટ મળશે.