હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી અંગે મંગળવારે ફોર્મ પરત ખેંચવાનો દીવસ હોય ત્યારે વૉર્ડ નંબર 1માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમાબેન બાબુભાઈ મકવાણા સામે પછાત વર્ગ અનામત મહીલા ઉમેદવારએ પોતાનું ફોર્મ ન ભર્યું હોય એ કારણોસર આજે રમાબેન બિનહરીફ જાહેર થતાં.
તેમને સૌરાષ્ટ્રભરમાંથી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફૂલ ગુલાબી ઠંડીમાં વિવિઘ માધ્યમો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે રમાબેન વર્ષોથી ભાજપ સાથે જોડાય જનતાનો અડધી રાતનો હોંકારો બન્યાં છે ખાસ કરીને તેઓને ભુતકાળમાં રાજકોટ જીલ્લા કલેકટરએ નગરપાલિકાના પ્રમુખ બનાવ્યા હતા તે અરસામાં તેમણે અનેક વિકાસના કામોની ભેટ આપી હતી.
તેમના નગરપાલિકાના પ્રમુખ તરીકેના શાસનકાળમાં રોડ રસ્તા ગટર પાણી જેવી અનેક પ્રાથમિક સુવિધા ઊભી કરી પ્રજાને રાહત આપી હતી રમાબેનએ અનેક મહીલાઓના ઉત્કર્ષ માટે વધુ સમય ફાળવ્યો હતો જેનાં કારણે અનેક મહિલાઓ પગભર બની છે રમાબેન બિનહરીફ જાહેર થતાં તેમના નિવાસસ્થાને અનેક શુભેચ્છકોએ અભિનંદન પાઠવવા દોડી આવ્યા હતા.
આ તકે રમાબેનએ પોતાને ટિકિટ આપવા બદલ ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને કાર્યકરોનો આભાર વ્યક્ત પણ કર્યો હતો.