WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મફતની મજા પૂરી...હવે IPL જોવા માટે પૈસા દેવા પડશે!:શું હોટસ્ટાર અને જિયો સિનેમાના કસ્ટમરનું સબ્સ્ક્રિપ્શન રહેશે કે પછી ફરીથી લેવું પડશે ?

રિલાયન્સે તેના OTT પ્લેટફોર્મ જિયો સિનેમાને હોટસ્ટાર સાથે મર્જ કરી દીધું છે. મર્જર પછી કંપનીએ એક નવું OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર લોન્ચ કર્યું છે. આ નવા પ્લેટફોર્મ પર જિયો સિનેમા અને હોટસ્ટાર બંનેનું કન્ટેન્ટ ઉપલબ્ધ થશે. 

કંપનીએ ગયા વર્ષે સ્ટાર્સ ઇન્ડિયા ઓપરેશન્સ ખરીદ્યાં હતાં. જિયો હોટસ્ટારના આગમન પછી યુઝર્સના મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે તેમના હોટસ્ટાર અને જિયો સિનેમાનાં સબ્સ્ક્રિપ્શન્સનું શું થશે? IPLની મેચ જોવા માટે શું પૈસા દેવા પડશે? તો ચાલો... જાણીએ દરેક સવાલોના જવાબ.

હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શનનું શું થશે ?
જે યૂઝર્સ પાસે પહેલાંથી જ જિયો સિનેમા અથવા ડિઝની+ હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન છે તેણે ચિંતા કરવાની જરૂર નથી. કંપનીએ જણાવ્યું હતું કે હાલના સબ્સ્ક્રાઇબર્સ આપમેળે નવા પ્લેટફોર્મ પર ટ્રાન્સફર થઈ જશે. 

યુઝર્સ લોગ-ઇન કરતાંની સાથે જ તેને તેની મેમ્બરશિપ એક્ટિવ કરવાનો વિકલ્પ મળશે. આનો અર્થ એ થયો કે વપરાશકર્તાઓને કોઈપણ વધારાની ફી ચૂકવ્યા વિના જિયો હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન મળશે. એવી જ રીતે જે યુઝર્સ પાસે જિયો સિનેમાનું સબ્સ્ક્રિપ્શન છે તેમનું જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન પણ એક્ટિવ થઈ જશે.

ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર
જોકે ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. હવે IPLની આખી મેચ મફતમાં દેખાશે નહીં. રોઇટર્સના અહેવાલ મુજબ, IPLની માત્ર થોડી મિનિટો મફતમાં જોવા મળશે. એ પછી તમારે સબ્સ્ક્રિપ્શન લેવું પડશે. સબ્સ્ક્રિપ્શન 149 રૂપિયાથી શરૂ થશે. પહેલાં તમે જિયો સિનેમા પર મફતમાં IPL જોઈ શકતા હતા.

જિયોએ 2023થી શરૂ થતાં પાંચ વર્ષ માટે IPL રાઇટ્સ $3 બિલિયનમાં ખરીદ્યા હતા, પરંતુ 2025થી તમારે આખી મેચ જોવા માટે પૈસા ચૂકવવા પડશે. IPL દુનિયાની સૌથી ધનિક ક્રિકેટ લીગ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ અને વોલ્ટ ડિઝની વચ્ચે $8.5 બિલિયનના મર્જર પછી એને જોવાની રીત બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મર્જર ગયા વર્ષે થયું હતું.

જિયો હોટસ્ટારના સબ્સ્ક્રિપ્શનની કિંમત કેટલી છે ?
જો તમે જિયો હોટસ્ટારનું સબ્સ્ક્રિપ્શન ખરીદવા માગો છો, તો તેની કિંમત 149 રૂપિયાથી શરૂ થાય છે. આ ઉપરાંત આ પ્લેટફોર્મ પરનાં અમુક કન્ટેન્ટ સબ્સ્ક્રિપ્શન વિના પણ જોઈ શકાય છે. જિયો હોટસ્ટાર પર સબ્સ્ક્રિપ્શન વિના પ્રીમિયમ સામગ્રી પણ ઉપલબ્ધ છે. સબ્સ્ક્રિપ્શનની સાથે યુઝર્સને કંપની દ્વારા વધારાના લાભો પણ આપવામાં આવશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો