WhatsApp Chat Themes feature: વોટ્સએપે હવે ચેટ થીમ નામનું એક નવું ફીચર રજૂ કર્યું છે. જેની મદદથી યુઝર્સ તેમના મેસેજિંગ અનુભવને વધુ ખાસ બનાવી શકે છે. આ સુવિધા યુઝર્સને ચેટ બબલ્સના કલર અને કસ્ટમ વૉલપેપરને બદલવાની સુવિધા આપે છે.
આ ફીચરની મદદથી યુઝર્સ તેમના ચેટ બબલ અને કસ્ટમ વોલપેપર્સને પર્સનલાઇઝ કરી શકે છે. આ ફીચર યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
વોટ્સએપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ ફીચર વિશે જાહેરાત કરી છે. આ અપડેટ સાથે, યુઝર્સને તેમની ચેટના લુક પર વધુ કંટ્રોલ મળે છે. યુઝર્સ તેમની પસંદગી મુજબ ચેટનો કલર બદલી શકશે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમની ચેટ્સને વધુ ક્રિએટિવ પણ બનાવી શકશે.
થીમ્સ સિવાય 30 નવા વોલપેપર પણ આપવામાં આવ્યા છે
આ નવા ફીચરમાં યુઝર્સને ચેટ બબલ્સ અને બેકગ્રાઉન્ડનો કલર બદલવાનો વિકલ્પ મળે છે. WhatsApp વિવિધ પ્રિસેટ થીમ ઓફર કરે છે જે બબલ્સ અને બેકગ્રાઉન્ડ બંનેને જાતે જ એડજસ્ટ કરી આપે છે.
થીમ્સ સિવાય વોટ્સએપે 30 નવા વોલપેપર વિકલ્પો આપેલા છે. યુઝર્સ આ બિલ્ટ-ઇન ડિઝાઇનમાંથી પસંદ કરી શકાય છે. આ સિવાય તમેં ચેટ્સને અલગ બનાવવા માટે કેમેરા રોલમાંથી પણ બેકગ્રાઉન્ડ બદલી શકો છો.
ડિફૉલ્ટ થીમ માટે
તમામ ચેટ્સ પર ડિફૉલ્ટ થીમ લાગુ કરવા માટે, યુઝર્સે સેટિંગ્સ પર ચેટ્સ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. આ પછી, યુઝર્સે ડિફોલ્ટ ચેટ થીમ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં યુઝર્સ પોતાની પસંદગીની ચેટ થીમ પસંદ કરી શકે છે.
ઈન્ડીવિઝ્યુઅલ ચેટ માટે
યુઝર્સને ઈન્ડીવિઝ્યુઅલ ચેટનો કલર બદલવાની સુવિધા પણ મળે છે. આ માટે iOS યુઝર્સે સ્ક્રીનની ટોચ પર ચેટ નામના ઓપ્શન પર ટેપ કરવું પડશે. તેમજ એન્ડ્રોઇડ યુઝર્સે વાતચીતમાં થ્રી-ડોટ મેનૂ દ્વારા ચેટ થીમ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
આ ફીચર વોટ્સએપ ચેનલ્સને પણ સપોર્ટ કરે છે, જે યુઝર્સને ગ્રુપ અને બ્રોડકાસ્ટ માટે થીમ કસ્ટમાઈઝ કરવાની સુવિધા આપે છે. આ થીમ સંપૂર્ણપણે પ્રાઈવેટ છે. ફક્ત યુઝર્સ જ તેને જોઈ શકે છે. તે અન્ય વ્યક્તિને ચેટ કેવી રીતે દેખાય છે તેના પર અસર નહી કરે.