જસદણ:જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આવતીકાલે રવિવારે યોજાવા જઈ રહી રહી છે આ અંગે ચૂંટણી તંત્રએ પુરતી તૈયારીઓ સાથે જસદણમાં મતદાન મથકનો કબજો પણ લઈ લીધો છે ત્યારે આવતીકાલે રવિવારે મતદાનનો દિવસ છે
જસદણમાં નાગરિક સુવિધા મામલે ભલે અધુરપ હોય ભલે બિલ્ડરોના બાંધકામ,દબાણ અને નબળા વિકાસના કામો થકી પ્રજા પીડાતી હોય પણ મતદાન કરજો અને કરાવજો એવી અપીલ જસદણના પત્રકાર હુસામુદ્દીન કપાસીએ કરી છે તેમણે જણાવ્યું હતું કે કાલે સાત વર્ષથી વધું સમયગાળા પર જસદણ નગરપાલિકાની ચૂંટણી છે એમાં સાત વૉર્ડમાં ૬૪ ઉમેદવારો મેદાનમાં છે આ મુરતિયાઓએ પ્રજાના પ્રશ્નો સાંભળ્યા હોય કે ન હોય પણ મતદાન અવશ્ય કરી મતદારોએ પોતાની તાકાત બતાવી જોઈએ લોકશાહીને જીવંત બનાવનારા આ ચૂંટણી અવસરે આળસ છોડી મતદાન મોજથી કરવું અને કરાવવું જોઈએ હુસામુદ્દીન કપાસીએ વઘુમાં જણાવ્યું હતું કે આપણે ત્યાં મતદાન માત્ર પચાસ ટકા ઉપર જાય છે તે આપણી કમનસીબી છે ૮૦ થી ૯૦ ટકા સુધી મતદાન થવું જ જોઈએ સ્વભાવિક છે કે મતદારને કોઈ ઉમેદવાર કોઈપણ પક્ષના કાર્યકરો હોદ્દેદાર ગમતાં ન હોય પણ મતદાન ન કરવું એ ઉપાય ખોટો છે ત્યારે લોકશાહી, મતનું મૂલ્ય સમજી કાલે મતદાન અવશ્ય કરજો અને મતદાન વધું થાય તે માટે મહેનત કરજો.