સનાળી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામા લોકોએ રકતદાન કર્યું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિંછીયા તાલુકાના સનાળી ગામે તાજેતરમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં સંતો દ્વારા લોકોને કંઈક ઉપયોગી બનીએ એ હેતુથી ભજન ભોજન સાથે દર્દીઓને મદદરૂપ બનવાની ભાવના સાથે એક રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 121 લોકોએ પોતાનું રક્ત આપી આયોજકોને ગર્વભેર શાબાશી આપી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ ગરમી હોવાથી રાજ્યમાં ઠેર ઠેર લોહી ઓછું મળવાના કારણે દર્દીઓને લોહી મેળવવા માટે અહીં તહીં ભટકવું પડે છે ત્યારે દુનિયાને એક અલગ રસ્તે લઈ જનારા સંતોની જસદણ અને વીંછિયા પંથકમાં વાહ વાહ થઈ રહી છે.