શિક્ષકો ખરેખર એક અસાધારણ વ્યક્તિત્વના માલિક છે. શિક્ષકો આ ધરતી પર ઈશ્વરનું વરદાન છે. શિક્ષકો આ ધરતી પરના ફરિશ્તાઓ છે. ભગવાને માણસોનું સર્જન કર્યું પણ એ માણસને માણસ બનાવવાની કારીગરી ખાલી શિક્ષકો પાસે જ છે. શિક્ષકો બાળકોનું ચણતર ઘડતર કરે છે .
શિક્ષકો બાળકોને માત્ર શાળાકીય શિક્ષણ જ નથી આપતા. નમ્રતા ભલાઈ શિસ્ત એકતા ભાઈચારો વિવેક દેશભક્તિ સંપ સ્વછતા સંયમ એકાગ્રતા નૈતિકતાના અમુલ્ય પાઠો પણ શીખવે છે. જે આગળ જતા બાળકોને જીવનમાં ખુબ જ ઉપયોગી થાય છે એક સારા શિક્ષક એમ કહે છે કે મેં મારા વિદ્યાથીઓને કઈ ભણાવ્યું જ નથી. એમની અંદર જે પ્રતિભા કલા કૌશલ્ય આવડત હતી એને નિખારી બહાર લાવ્યો છું.
શિક્ષકો કાચા રફ કચરા હીરા જેવા વિદ્યાર્થીઓને ઝગમગતા ચમકદાર કોહીનુર હીરા જેવા બનાવવા લોહીપાણી એક કરી નાખે છે
શિક્ષકોની મહેનત પરિશ્રમ કાળજી પરવા તરફ આપણે કોઈ દિવસ ધ્યાન આપતા જ નથી. એ આપણી અને આખા દેશની કમનસીબી છે આપણે શિક્ષકો જેના સાચા પ્રામાણિક હકદાર છે એ આદર માન સન્માન સત્કાર ઈજ્જત કોઈ દિવસ આપી શકતા નથી . શિક્ષકોને પણ પ્રોત્સાહન મદદ હુંફ માનસીક ટેકાની જરૂર હોય છે એ આપણે ક્યારે સમજીશું?
લાયબ્રેરીઓમાં કાગડા ઉડે છે લાયબ્રેરી સુમસામ છે.અને પાનના ગલ્લે કે ચાહની કિટલી પર વિદ્યાથીઓ યુવાઓની ભીડ ૨૪/૭ આપણે દેખાય છે.
શિક્ષકના વિધાર્થીઓમાં કોઈ બીઝનેસમેન કોઈ એન્જીનિયર કોઈ આર્ટિકેટ કોઈ વૈજ્ઞાનિક કોઈ ડોક્ટર કોઈ વકીલ હોય છે. શિક્ષકો આ બધાનું સર્જન કરી શકે છે પણ આ બધા મળીને પણ એક શિક્ષકનું સર્જન કરી શકતા નથી. માટે કહું છું શિક્ષકોનું મહત્વ સમજો.
આ એક જ કદાચ એવું કામ છે કે જેમાં પગાર આવક કરતા ચાર ગણું કામ શિક્ષકો હસતા મોઢે કરી લે છે. આપણે કમાવવા આપણી બેંક બેલેન્સ પરિવારનું ભરણપોષણ કરવા કમાઈએ છીએ પણ શિક્ષકો માત્ર ને માત્ર ભણતર અને અભ્યાસના જ વિચારો ૨૪ કલાક કર્યા કરે છે.
શિક્ષકોને આપણે ક્યારેય પુરતો પગાર આપી શક્યા નથી આ એક કડવી પણ સત્ય હકીકત છે .
સરકાર વિધાસહાયકોથી કામ ચલાવી શિક્ષક અને શિક્ષણ બન્નેને પારાવાર નુકસાન પહોંચાડી રહી છે.
તમે ક્યારેય શિક્ષકનું વીઝિટિંગ કાર્ડ જોયું છે? શિક્ષક સમાજના સ્તંભ પર સોથી ટોપ ટોચ શિખર પર બેઠા છે.
એક શિક્ષકની ઓળખ એનું ઈલ્મ એમની વિધા એમની વર્તણૂક છે એની નિષ્ઠા એની લગન છે.
તમે કદી શિક્ષક માટે કામચોર ભ્રષ્ટાચારી લાંચિયો શબ્દ સાંભળ્યો છે ખરો?
આપણે જોઈએ એ સાચી શાળા નથી સાચી શાળા તો એક શિક્ષક છે શાળાઓ છે તો શિક્ષકો નથી શિક્ષકો છે તો શાળાઓ છે.
શિક્ષક પાસે જે ઈલ્મ વિધા હોય છે એ ૧૦૦ એ ૧૦૦ ટકા પોતાના વિધાર્થીઓને આપી દે છે. શિક્ષકથી મોટો દાનવીર આ જગતમાં કોઈ નથી જે પોતાની ૧૦૦ ટકા સંપતિ લૂંટાવી દેતા હોય.
જગતના તમામ શિક્ષકોના ચરણોમાં કોટી કોટી વંદન
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭