જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ દાદાને કાળભૈરવનો શૃંગાર
જસદણના વિખ્યાત તિર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવ મંદિરની શિવલિંગ પર સોમવારની પુર્વ સંધ્યાએ કાલભૈરવનો શૃંગાર કરવામાં આવ્યો હતો જેમાં અનેક ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરના ટ્રસ્ટી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે અહીં દેશ દેશાવરથી લોકો દર્શનાથે આવે છે જેથી સોમનાથ દાદાને વાર તહેવારે પુજારી હસમુખભાઈ જોષી દ્વારા મહાદેવને બેનમુન શણગાર કરવામાં આવે છે જેના દર્શનનો લાભ અસંખ્ય ભાવિકોને મળે છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ