WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મંત્રીઓ-સાંસદો-ધારાસભ્‍યો સહિતનાનું માનદ વેતન બંધ થવું જોઇએઃજસદણના પુર્વ ધારાસભ્ય ભીખાભાઇ બાંભણીયા

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણનાં પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, મોંઘવારી મંત્રીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ, અધિકારીઓને જ નડતી હોય તેવું દેખાય રહ્યું છે. 
મંત્રીશ્રીઓને રૂા. ૧.૭પ લાખ જેવા પગારની રકમ, બંગલા, ગાડી અન્‍ય ભાડા ભથ્‍થા મળે છે. શહેરોમાં રહેવા માટે સર્કીટ હાઉસની વ્‍યવસ્‍થા છે. છતાં રૂા. પ૦૦૦, રૂા. ૮૦૦૦, રૂા. ૧૦૦૦ ને બદલે રૂા. ૧૩૦૦, રૂા. ર૧૦૦, રૂા. ર૬૦૦ દૈનિક ભથ્‍થુ આપવાની જાહેરાત થઇ છે. ગંગાસ્‍વરૂપ અને વૃધ્‍ધ મહિલાઓને માસિક રૂા. ૧૦૦૦ થી રૂા. ૧ર૦૦ સહાય આપવામાં આવે છે.

સંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, મંત્રીશ્રીઓ કે પદાધિકારીઓને પગાર કે માનદવેતન આપવાનું બંધ થવું જોઇએ. કારણ કે તેઓ કર્મચારીની વ્‍યાખ્‍યામાં આવતા નથી. ફકત સંસદ સભ્‍ય, ધારાસભ્‍ય કે કોઇપણ મીટીંગમાં જવાનું થાય ત્‍યારે જ તેઓને નિયમ મુજબ સિટીંગ ફી કે ભાડા ભથ્‍થા મળે તેવી જોગવાઇ થવી જોઇએ. અધિકારીઓ માટે પગારની રકમની મર્યાદા નકકી થવી જોઇએ.

પગાર, પ્રો. ફંડ, ગ્રે. ફંડ, ભાડા ભથ્‍થા, ગાડીઓ, મોંઘવારી ભથ્‍થા, રજાઓ વિગેરેના સવલતો આપવામાં આવે છે મૃત્‍યુ થયા પછી પત્‍નીને પેન્‍શન આપવાની જોગવાઇ છે. નવી ભરતી થવા વાળાને પુરતુ વેતન નથી મળતું જયારે એથી વધારે પેન્‍શન આપવામાં આવે છે. આ પેન્‍શન શબ્‍દ કોઇપ માટે નાબુદ થવો જ જોઇએ.

મધ્‍યમ વર્ગના ખીસ્‍સા ખાલી અને અમીરોની તિજોરી હાઉસફુલ, બ્‍લુન વેન્‍ચરના રીપોર્ટ મુજબ અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બનતા જાય છે. સામાન્‍ય વર્ગના લોકોપણ સમાજમાં ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. તે બાબતે પણ લક્ષ આપવું જરૂરી છે. સરકારે ઉત્‍સવો, ઉદ્દઘાટન, ખાતમુહુઁર્ત, જાહેરાતો, લોકાર્પણ તેમજ અન્‍ય કાર્યક્રમો પાછળ થતા કરોડો રૂપિયાના ખર્ચ અંગે ફેર વિચારણા કરી કરકસર યુકત વ્‍યવહાર કરવામાં આવે તે જરૂરી છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો