હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામની સરકારી પ્રાથમીક સ્કૂલના વિદ્યાર્થીઓ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ.
આમ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવું જરૂરી છે તે અનુસંધાને બાખલવડ ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ.
આમ જસદણ ન્યાયાલયની મુલાકાત દરમિયાન એ.પી.પી.શ્રીની ચેમ્બર, રજીસ્ટ્રારશ્રીની ચેમ્બર, મુદ્દામાલ રૂમ, લોકઅપ રૂમ, કોમ્પ્યુટર રૂમ અને કોર્ટરૂમની મુલાકાત લીધેલ.
આમ આ તકે જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડી.ચીફ
જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેનશ્રી કે.એન.દવે સાહેબે વિદ્યાર્થીઓને કોર્ટમાં બેસવાની પરમિશન આપી અને વિદ્યાર્થીઓએ કોર્ટરૂમને જોઈને ખૂબ જ ખુશ થયા.
આ સાથે જસદણ ન્યાયાલયના લીગલ વિભાગના પેનલ એડવોકેટ પ્રકાશ પ્રજાપતી દ્વારા વિદ્યાર્થીઓને
જણાવેલ કે ફિલ્મોમાં બતાવવામાં આવતી કોર્ટ અને તેની કાર્યવાહી અને રિયલમાં ચાલતી કોર્ટ અને તેની કાર્યવાહી અલગ જ હોય છે અને કોર્ટમાં ડિસિપ્લિનનું ખૂબ જ મહત્વ હોય છે. આમ રીયલ કોર્ટ જોઈને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા.
આમ બાખલવડ સ્કૂલના આચાર્યશ્રી ચંદુભાઈ ગઢવી સાહેબે અને કર્મચારીશ્રીએ જસદણની ન્યાયાલયની મુલાકાત માટેની પરમિશન આપવા બદલ જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેનશ્રી કે.એન.દવે સાહેબનો આભાર વ્યક્ત કરેલ.
આમ ફેમિલી કોર્ટના નામદાર મહેરબાનશ્રી પ્રિન્સિપાલ જજ શ્રી બી.એસ.પરમાર સાહેબે બાળકોને કોર્ટ કાર્યવાહીથી માહિતગાર કરેલ અને બાળકોને મુંજવતા પ્રશ્નોનું સોલ્યુશન કરી આપેલ તેમજ બાળકોને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવેલ.
આ ઉપરાંત જસદણના નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસશ્રી વી.એ.ઠક્કર સાહેબ તથા એ.પી.પી.શ્રીમતી કે.એમ.ચૌધરી, રજીસ્ટરશ્રી એમ.બી પંડ્યા તથા લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયા તથા કોર્ટ ડયુટી તથા કોર્ટનાં તમામ કર્મચારીશ્રીઓએ બાખલવડના વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ જ આગળ વધે તેવી શુભકામના પાઠવેલ.