જસદણમાં સાત વર્ષની બાળકી ફાતેમાએ પ્રથમ રોઝુ પાળી અલ્લાહની બંદગી કરી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ દાઉદી વ્હોરા કબ્રસ્તાનમાં રહેતી એક સાત વર્ષની મુસ્લિમ બાળકીએ પ્રથમ રોઝુ પાળી અલ્લાહની બંદગી કરી રહી હાલ દાન દયા અને ઈબાદતથી ઓપતો અતિ પવિત્ર રમઝાનમાસ ચાલી રહ્યો છે આ માસમાં દાનની સાથે દરેક પુખ્ત વયના સ્ત્રી પુરૂષો માટે રોઝા ફરજિયાત હોય છે પરંતુ ઈસ્લામધર્મમાં સગીર વયનાઓને કોઈ નિયમ ફરજિયાત નથી તેમને માટે મરજીયાત હોય છે પણ જસદણના પોલારપરરોડ વિસ્તારમાં આવેલા દાઉદી વ્હોરા કબ્રસ્તાનમાં રહેતા આરીફભાઈની 7 વર્ષીય સુપુત્રી ફાતેમા એ પાક રમઝાનમાસનું પ્રથમ રોઝુ પાળી સળંગ 13 કલાક ભુખી તરસી રહી અલ્લાહની ઈબાદત કરી હતી. અત્રે નોંધનીય છે કે રવિવારે સુન્ની મુસ્લિમ સમાજમાં પ્રથમ રોઝુ હોવાથી શહેરના મુસ્લિમ વિસ્તારોમાં રોનક છવાઈ ગઈ હતી.