WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ પંથકમાં વિવિધ ચૂંટાયેલા સભ્યોનું પાટીદાર શૈક્ષિણક ભવનએ સન્માન કર્યું

જસદણ પંથકમાં વિવિધ ચૂંટાયેલા સભ્યોનું પાટીદાર શૈક્ષિણક ભવનએ સન્માન કર્યું 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણમાં તાજેતરમાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં વિવિધ પક્ષોમાં ચૂંટાયેલા પાટીદાર સભ્યોનું સન્માન પાટીદાર શૈક્ષિણક ભવનના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જસદણના તમામ વિસ્તારોના પાટીદાર ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે જસદણ નગરપાલિકા વોર્ડ નંબર 5ના અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ પત્રકારો સાથેની એક વાતચીતમાં જણાવ્યું હતું કે પાટીદાર શૈક્ષિણક ભવનમાં આગેવાનો દ્વારા ચલાવાતી શૈક્ષણિક પ્રવૃતિ ઉડીને આંખે વળગે છે ભવન બન્યાની થોડા સમયમાં ઘણાં વિધાર્થીઓને રાહત મળી છે. અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકાના અપક્ષ સભ્ય સુરેશભાઈએ પોતાની જીતની ખુશીમાં બહોળી સંખ્યામા સ્વ ખર્ચે છાયાણીની વાડી ખાતે એક જમણવાર યોજી પરિચિતો મતદારો અને શુભેચ્છકોને નોતરા આપ્યાં હતાં.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો