હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગાંધીનગરથી ગુંડાઓને જેર કરવા આદેશો છુટતાં જસદણ વીંછિયા આટકોટ ભાડલા પોલીસે ગુનાખોરીમાં રાચતા તત્વો ત્યાં વીજચોરી અંગે દરોડાનો દૌર ચાલું રાખતાં આ અંગે બુટલેગરો અને ગુંડાઓ ભાંભરડા નાખી ગયા હતા.
જસદણના પોલીસ અધિકારી તપન જાની વિંછીયાના જે પી રાવ ભાડલાના જે એચ સિસોદિયા સહિતના જસદણ વિંછીયા તાલુકાના પોલીસે ગુંડાઓના વીજ કનેક્શન કટ કરી તેમને લાખો રૂપિયાના બિલો આપીને ભાંભરડા નખાવી દીધા હતા.
અસામાજિક તત્ત્વોની મોડ્સ ઓપરેન્ડી એવી હોય છે કે સરકાર અને સમાજમાં એવો હાઉ ઊભો કરે છે કે અમારું કોઈ બગાડી ન શકે અમે જે ધારીએ તે કરી શકીએ પણ માત્ર વીજચોરી નહી પણ પોલીસે ખાનગી રાહે જમીન દબાણ બેનામી સંપતિ વાહનોનું કડકપણે ચેકીંગ પાસા પ્રોહીબીશન જેવા અનેક ગુનાઓ નોંધી પોલીસે ગુન્હેગારોની હવા કાઢી નાખી હતી