જસદણ નગરપાલિકાની શુક્રવારે પ્રથમ સામાન્ય સભા: પ્રજાના પડતર કામોની ચર્ચા થશે કે પછી રાબેતા મુજબ સર્વાનુમતે પૂર્ણ થશે?
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પછી આગામી તા.21 માર્ચ 2025 ને શુક્રવારના રોજ સવારે 11 કલાકે જસદણ નગરપાલિકાના મિટિંગ હોલમાં પ્રમુખની અધ્યક્ષતા હેઠળ પ્રથમ સામાન્ય સભા યોજાશે જે અંગે દરેક સભ્યોને એજન્ડા પાઠવી દેવામાં આવ્યા છે આ સામાન્ય સભામાં કુલ મળીને 5 એજન્ડા છે જેમાં કારોબારી સમિતિની રચના કરવામાં કરવામાં આવશે જેમાં કારોબારી ચેરમેન તરીકે વોર્ડ નંબર 2ના ચેરમેન તરીકે કાજલબેનનો એજન્ડા પહેલા જ નીકળી ગયો છે બીજા એજન્ડામાં બજેટ રજૂ થશે ત્રીજા એજન્ડામાં જુદી જુદી અન્ય સમિતિઓની રચના કરવામાં આવશે જેમાં સભ્યોના માભા સચવાય જશે ચોથો એજન્ડામાં ગાંધીનગરના પરિપત્ર મુજબ મહેકમનુ માળખું મંજુર કરવા ઉપરાંત પ્રમુખ સ્થાનેથી જે રજુ થાય તે નિર્ણય કરવામાં આવશે જસદણ નગરપાલિકાની ગત ચૂંટણીમાં 22ભાજપ 5કોંગ્રેસ અને 1અપક્ષ સભ્યો ચૂંટાઈ આવ્યાં છે ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે આ સામાન્ય સભામાં જસદણમાં જે દુકાનદાર ફેરિયા દ્વારા જે દબાણ છે બિલ્ડરો દ્વારા ઉભા કરવામાં આવેલ જગ્યા છોડ્યા વિના પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો જે ઊભા કરેલા છે જે ભૂ માફિયાઓએ જે આજની કિંમતે અબજો રૂપિયાના સાર્વજનિક પ્લોટ કબજે કરી લીધા છે જસદણના નાગરિકો દરરોજ ટ્રાફિકનો સામનો કરે છે તે પ્રશ્નો સાથોસાથ લોકોના આરોગ્ય સાથે પૈસા લઈ ચેડા કરતાં અખાધ પદાર્થો વેચનારા સામે કાયદાકીય પગલાં લેવાનો નિર્ણય ખાસ કરીને આ બેઠકમાં થવો જોઈએ તે જરૂરી છે કાલની પ્રથમ સામાન્ય સભામાં કોંગ્રેસના અને અપક્ષ સભ્યો પણ હાજર રહેશે તેઓ કયા પ્રશ્નો લઈને સામાન્યસભામાં આવે છે તે તરફ પણ લોકોની મીટ મંડાઈ છે.