ભારતીય મુળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ધરતી પર પરત ફરતાં રાજીપો વ્યક્ત કરતા વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભારતીય મુળના અમેરિકા સ્થિત સુનિતા વિલિયમ્સ આજે ભારતીય સમય મુજબ ત્રણ વાગ્યાની આસપાસ અવકાશમાંથી ધરતી પર પરત ફર્યા એને લઈ દુનિયાભરના કરોડો લોકોએ હરખ વ્યક્ત કર્યો ખાસ કરીને તેમના કડી તાલુકાના ઝુલાસણા ગામે તો દિવાળી જેવો માહોલ સર્જી ખુશાલીના ઘોડાપુર સર્જી દીધા છે ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પણ રાજીપો વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રપ્રેમી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે દેશ અને દુનિયાનું નામ રોશન કરનારા સુનિતા વિલિયમ્સએ અગાઉ 195 દિવસ આકાશમાં રહ્યાં બાદ અત્યારે તેમનો જ રેકોર્ડ તોડ્યો છે આજે તેઓ 286 દિવસ અવકાશમાં રહી ઘણી કામગીરી કરી હતી તેનો પૃથ્વીલોકને ઘણો લાભ મળશે વિજયભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સુનિતા વિલિયમ્સનો પરિવાર સોમનાથ મહાદેવ પર અતૂટ શ્રદ્ધા આ ઉપરાંત તેમને રાજકોટમાં કાઠિયાવાડ બાલાશ્રમ સાથે પણ લાગણી છે દેશ અને દુનિયામાં ડંકો વગાડનારા સુનિતા વિલિયમ્સ સુરક્ષિત રીતે ધરતી પર પરત આવી ગયાંનો અમને રાજીપો છે તેમના આયુષ્ય અને સ્વાસ્થ્ય પ્રત્યેની શુભેચ્છા અને શુભકામના વ્યક્ત કરું છું.
Tags:
News