WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મહિલાઓની પ્રગતિ થઈ રહી છે કે પતન થઈ રહ્યું છે ?

તમે તમારી ઘરની મહિલાઓ સાથે કેવું વર્તન કરો છો ?

એકવીસમી સદીના ૨૫ માં વરસે પણ મહિલા દિવસ ઉજવવો પડે છે એ શું સુચવે છે? ખરેખર આ એક ગંભીર ચર્ચા માંગી લે એવો વિષય છે. આજે પણ ૧૬ મી સદી અને એકવીસમી સદીની મહીલાઓની હાલત હાલ દશા બાબતે આપણે સાચું મૂલ્યાંકન કરીએ તો બહુ રાજી થવા જેવું કઈ નથી.
મહિલાઓને પહેલા કરતા વધુ સ્વતંત્રતા આઝાદી મળી છે. મહિલાઓ નોકરી વેપાર કરતી થઈ છે બરાબર પણ પણ એ મહિલાઓને પણ ઘરની બહાર નીકળતા પહેલા ઘરનું બધું જ કામ સવારમાં વહેલા ઉઠી વાસણ પાણી ઝાડું પોતા કચરો વાળવો નાસ્તો ચાહ પાણી પતાવવું જ પડે છે. ઘરનો પુરુષ વર્ગ સવારે ઉઠીને પોતાની પથારી તકિયો પણ ઉંચકતા નથી. એ બધું પણ મહીલાઓને જ કરવું પડે છે. પતિદેવના બ્રશ સાબુ ટુવાલ પાણી કાંસકા કોપરેલ કપડા બુટ મોજા બેગ રૂમાલ મોબાઈલ ચાવી બધું જ પતિદેવને હાથોહાથ આપવું પડે છે. અમુક મહિલાઓને સવાર સવારમાં પતિનું ટિફિન પણ આપવું પડે છે.

સવારમાં ઢગલાબંધ કામ કરી પાછું બેસવાનું તો નસીબમાં ક્યાંથી હોય? પોતે નોકરી વેપાર કરતા હોય તો ફટાફટ નાહીધોઈ તૈયાર થઈ ઘરની બહાર નીકળવું પડે છે. ઘરમાં હોય તો બાળકો વડીલોની સેવામાં ૨૪/૭ ખડે પગે હાજર રહેવું પડે છે. ઘરની રસોઈ માટે શાકભાજી લેવા બજારમાં જવું. ઘરનો કરિયાણા સામાન લેવા જવું પડે છે. આજે તેલ નથી. લોટ નથી . મરચું નથી ખાંડ નથી ચાહ નથી. નમક નથી એવી ઘણી બધી રામાયણ તો ઊભી જ હોય છે .

આજે જમવામાં શું બનાવવું એ રોજ મહિલાઓને હેરાન પરેશાન કરતો પ્રશ્ન છે. ઘરમાં બધાને અલગ અલગ વાનગીઓ ખાવી હોય છે .
આજે પાણી કેમ ધીમું આવે છે? આજે ગેસનો બાટલો કેમ અચાનક પુરો થઈ ગયો છે? લાઈટ બીલ ગેસબીલ ભરવાની આજે છેલ્લી તારીખ છે. સ્કુલમાં વાલી મિટિંગમાં હાજર થવાનું છે. ટ્યુશન ફી સ્કુલ ફી સ્કુલ રીક્ષાની ફી બાળકોના યુનિફોર્મ વોટરબેગ નાસ્તો બુટ ચોપડાની રામાયણ તો રોજ ઉભી હોય છે.

મહિલાઓ વગર પ્રકારની કામવાળી બનીને રહી ગઈ છે. સવારની એલાર્મ ઘડિયાળથી માંડીને ઘરની નોકર વેઇટર રસોઈ કરનાર મહારાજ બધું જ મહિલાઓ છે. બાળકોની શિક્ષક ટ્યુશન ટીચર વડીલોને દવા દારૂ દેખરેખ રાખનાર નર્સ પણ મહિલાઓ છે. 

ઘરની વોચમેન સિક્યુરિટી ગાર્ડ અને ઘરની મુલાકાતે આવનાર મહેમાનોની યજમાન પણ મહિલાઓ જ છે. પ્રસંગો જવા માટે મોડેલ પણ અને પતિના જીવનની અભિનેત્રી પણ મહીલાઓ જ છે. સવાર સાંજ લઘરવગર કેમ કે મહિલાઓને તૈયાર થવાનો સમય જ નથી મળતો ઘરમાં ચારેબાજુ દોડતી જ રહે છે.

આપણે કદી માના હાથમાં કે પત્નીના હાથોમાં પાણી કે ચાહનો પ્યાલો આપ્યો છે ખરો? ઘરની મહિલાઓ આપણી બેન મમ્મી કે પત્ની માટે આપણા મોઢામાંથી બે સારા પ્રશંસા તારીફના બે બોલ નીકળે છે ખરા? સાચું કહેજો કોઈ દિવસ ઘરની મહીલાઓ માટે માનવાચક સંબોધન આપણે કર્યું છે ખરું? યાદ કરો યાદ નથી આવતું ને? 
અરે મહિલા તો પૃથ્વીના હૃદય પર કરાયેલા ઈશ્વરના હસ્તાક્ષર છે.

આપણે આપણી મમ્મી બેન કે પત્નીની ઉન્નતી પ્રગતિની ચિંતા કરી છે ખરી? કદી એમને હોંશિયાર પ્રગતિશીલ બનાવવાની ફિકર કરી છે ખરી? એમને બેંક બેલેન્સ શેરબજાર કે મ્યુચલ ફંડ કે ગોલ્ડમાં આપણા રોકાણની જાણકારી તમે આપી છે ખરી? કોઈ બેંકમાં કે ખાનગી સંસ્થાઓમાં તમારી કેટલાની ફિક્સ ડિપોઝિટ છે એમને ખબર છે ખરી? 

તમારા વેપારમાં તમે કેટલો માલ ઉધાર લીધો છે કેટલા વેપારીના પૈસા ચુકવવાના બાકી છે તમારો વેપાર ધંધો કેવો ચાલે છે ઘરમાં કોઈ દિવસ વાત કરી છે ખરી? તમારી નોકરીમાં બધું બરાબર છે કોઈ તકલીફ છે તમારા ઘરમાં કોઈને ખબર છે ખરી? તમારી ગેરહાજરીમાં તમારી ઘરની મહિલાઓને ગેસ લાઈટ બીલ ભરતા આવડે છે ખરું? તમારી બેંકમાં પત્નીને કોઈ દિવસ સાથે લઈ ગયા છે ખરા? તમને કોને કેટલા આપવાના છે કોની પાસેથી કેટલા લેવાના છે એ તમારા ઘરની મહિલાઓને ખબર છે ખરી? 

તમે કોઈ દિવસ તમારા ઘરની મહિલાઓને એક્ટિવા કે કાર ચલાવતા શીખવાડયુ છે ખરું? 
વિચારો એક સવારમાં તમારા ઘરમાં તમારી મમ્મી બેન કે પત્ની કે દીકરી હાજર ના હોય તો તમે સવાર સવારમાં માથે હાથ દઇને બેસી જાવ કે નહી? . મારા ભાઈઓ મારા મિત્રો મહિલાઓ છે જ તેથી આપનું અસ્તિત્વ છે. નહી તો આપણે સવારમાં પથારીમાંથી ઉઠવાના જ ફાંફા પડી જાય.

મહિલાઓને આજે જ નહી રોજ માન સન્માનની નજરે જોવો. આદર આપો. એમની કદર કરો. એમને શકય એટલી મદદ કરો. એમના હાલચાલ પુછો. તમારા બે મીઠા બોલ તમારો આખો દિવસ તમારી આખી જિંદગી સુધારી દેશે.

મહિલાઓ આ ધરતી પર જીવતા જાગતા ભગવાન છે. એમને તુંકારો ના કરો નાની નાની વાતોમાં દબાવો નહી ધમકાવો નહી. નહી તો અહીં તો ઠીક નર્કમાં પણ તમને કોઈ જગ્યા આપશે નહી.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો