જસદણના એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિની નોટરી તરીકે નિમણુંક થતાં ઉધોગપતિ વિજયભાઈ રાઠોડ દ્વારા સન્માન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તાજેતરમાં ભારત સરકારના કાયદા વિભાગ દ્વારા જાણીતા એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિની નોટરી તરીકે નિમણુંક કરવામાં આવતાં તેમનું જયંત ઈન્ડસ્ટ્રીઝના માલિક જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ સન્માન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે પ્રકાશભાઈ ફ્કત પોતાના વ્યવસાયમાં નહી પરંતુ દરેક સમાજના સેવાકીય સામાજીક કાર્યોમાં મોખરે રહી એક ખરાં અર્થમાં મોખરે રહી સામેની વ્યક્તિ સંસ્થાનું નિઃસ્વાર્થ કામ કરવાની ભાવના ધરાવે છે એ આજના સમયમાં બહું મોટી વાત ગણાય.