જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈનું દહિસરા ગામે અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન થયું
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
પાંચમાં પુછાતા અને દરેક સમાજના નાનાથી માંડી મોટેરા સુધીના લોકોમાં પ્રિય જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડનું સન્માન તેમની માનવતાભરી કામગીરીને લઈ ગુરુવારે જસદણ તાલુકાના દહિસરા ગામે સાકરીયા પરિવારમાં યોજાયેલ મહા નવરંગા માંડવામાં હજજારો જનમેદની સમક્ષ થયું હતું વિજયભાઈનો પરિવાર પેઢીઓથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી સંકળાયો છે આટલું જ નહીં તેમનાં પિતા જે પી રાઠોડ અને તેઓ પણ મહત્વના હોદ્દા પર રહી જસદણમાં છેવાડાના લોકો સુધી પહોંચી ફૂલ નહી તો પાંખડી રુપે પણ મદદરૂપ બન્યાં છે ગુરૂવારે વિજયભાઈએ જસદણ પંથકમાં આખો દિવસ ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપી વ્યસ્ત રહ્યા બાદ રાત્રિના કાર્યક્રમમાં વિજયભાઈનું સન્માન થતાં તેમણે પણ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.