WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાની અપગ્રેડની અમલવારીનો મંગળવારથી પ્રારંભ

જસદણ નગરપાલિકાની અપગ્રેડની અમલવારીનો મંગળવારથી પ્રારંભ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાને તાજેતરમાં રાજ્ય સરકારે ખાસ અપગ્રેડ કરી હતી તે સંદર્ભે તા.1એપ્રિલ 2025ને મંગળવારથી અમલવારી શરૂ થઈ ગઈ છે જસદણ નગરપાલિકાની સ્થિતિ જોઈએ તો નગરપંચાયતમાંથી ઇસ્વીસન 1995માં જસદણને નગરપાલિકાને ક વર્ગનો દરજ્જો પ્રાપ્ત થયો હતો 2025માં નગરપાલિકા રાજ્ય સરકારે અપગ્રેડ કરી બ વર્ગનો દરજ્જો આપ્યો જે ઠરાવ ગત નગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે પસાર થતાં આ અપગ્રેડની અમલવારીનો તા.1એપ્રિલથી થયો છે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આ અંગે જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાને અપગ્રેડ કરવા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું જસદણ નગરપાલિકા અપગ્રેટ થવાથી નાણાંકીય સ્થિતિમાં પણ સુધારો થશે જેથી લોકોના વિકાસના કામોને વેગ મળશે વિજયભાઈએ જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકા પર હાલમાં ભાજપનું શાસન છે દરેક વોર્ડના ભાજપના ચુંટાયેલા સભ્યો પણ હાલમાં પ્રજાના કામ પ્રત્યે સક્રિય બનતાં તંત્ર વચ્ચે સારો તાલમેળ સર્જાતા લોકોના કામો અંગે ઝડપ આવી રહી છે તે આજના સમયની માંગ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો