રાજયના જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે મોઢુકા ખાતે પી.જી.વી.સી.એલ.ની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું હતું.
આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, આ નવીનતમ પેટા વિભાગીય કચેરીના નિર્માણ થકી વિદ્યુત વિતરણની કામગીરી સરળ બનશે, તેમજ ત્વરિતપણે લોક-આવશ્યકતાઓ સંતોષાશે.
અગાઉ મોઢુકા અને તેની આસપાસના 26 ગામો વિંછીયા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ હતા.
વિંછીયા સબ ડિવિઝન ગ્રાહકોની દ્રષ્ટિએ ઓવર લોડેડ હોવાથી હવે મોઢુકા ખાતે નવી સબ ડિવિઝનના નિર્માણથી ગ્રાહકોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળશે.
નવા ખેતીવાડી વીજ કનેક્શન માંગનાર અરજદારોને તુરંત જ વીજ કનેક્શન આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ ગ્રાહકોએ પીજીવીસીએલની કોઈપણ કામગીરી માટે વીંછિયા ગામ સુધી જવું નહીં પડે.
આ લોકાર્પણ પ્રસંગે મોઢુકા તથા વિંછીયા વિસ્તારના આગેવાનો, સરપંચો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.