જસદણ ચેમ્બર ઓફ કોમર્સએ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો સર્વાનુમતે ઠરાવ પસાર કરી રાષ્ટ્રપતિને મોકલ્યો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણની વેપારી સંસ્થા ચેમ્બર ઑફ કોમર્સ અને જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખો અને તમામ સભ્યોએ એક રાષ્ટ્ર એક ચૂંટણીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં એક ઠરાવ પસાર કરી દેશના રાષ્ટ્રપતિને મોકલ્યો છે એક રાષ્ટ્ર એક ચૂંટણી ના વિચારના સમર્થનમાં મજબુત દલીલ એ છે કે જેમાં સમય શક્તિ અને નાણાની બચત થાય છે બીજી બાજુ અન્ય પક્ષોના લોકોમાં અનેક મંતમાંતરો પણ પ્રવર્તી રહ્યાં છે કે દેશ માટે આ દેશ માટે વ્યાજબી નથી ત્યારે જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પોતાના દરેક હોદ્દેદારો સાથે એક ઠરાવ સર્વાનુમતે પસાર કરી દેશના રાષ્ટ્રપતિને મોકલ્યો છે ઠરાવ પત્રમાં જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે પ્રસ્તાવના રજુ કરી આના જુદાં જુદાં લાભો તેનો ઉદ્દેશ વહીવટી સુગમતાની બાબતો વંચાણે લઈ અને ચર્ચા કરી આ ઠરાવ પસાર કરી દેશના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિને મોકલી દેવામાં આવ્યો છે.