WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ભવ્ય સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવા શિલાન્યાસ સમારોહ યોજાશે

જસદણમાં ભવ્ય સ્વામિનારાયણ ગુરુકુળ બનાવવા શિલાન્યાસ સમારોહ યોજાશે 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્‍થાન આઝાદીના વર્ષ ૧૯૪૭ માં સ્‍થપાયેલ સંસ્‍થા છે. રાજકોટ સ્‍વામિનારાયણ ગુરુકુળ સંસ્‍થા દ્વારા ૬૩ થી વધુ શાખાઓ સમગ્ર દેશ-વિદેશમાં  કાર્યરત છે ત્‍યારે વધુ એક શાખા એટલે ૬૪ મી શાખા સ્‍વરૂપે જસદણ ગુરુકુળનો  શિલાન્‍યાસ સમારોહ જસદણ ખાતે યોજાવાનો છે. તારીખ ૩૦-૪-૨૦૨૫  ને બુધવારે અખાત્રીજના પવિત્ર દિવસે સવારે  ૮  કલાકે જસદણ આટકોટ હાઇવે ઉપર આટકોટ નજીક હેલીપેડ ગ્રાઉન્‍ડની પાછળ  ખાતમુર્હુત તથા શિલાન્‍યાસ સમારોહ ભવ્‍યતાથી યોજાશે. 
આ પ્રસંગે સ્‍વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્‍થાના મહંત પરમ પૂજ્‍ય દેવકળષ્‍ણદાસજી સ્‍વામી તથા મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી તથા ભક્‍તિજીવનદાસજી સહિતના સંતો ઉપસ્‍થિત રહેશે. સુરત ગુરુકુલના  પૂજ્‍ય ધર્મવલ્લભદાસજી સ્‍વામીના માર્ગદર્શન હેઠળ ગુરુકુળનું નિર્માણ કાર્ય યોજાશે. ૪૦ વીઘામાં નિર્માણ પામનાર આ ગુરુકુળમાં હોસ્‍ટેલ વિભાગમાં ૫૦ અદ્યતન રૂમ બનશે. સ્‍કૂલ વિભાગમાં ૫૦ મોર્ડન ક્‍લાસરૂમ બનશે. આ ઉપરાંત પ્રાર્થના હોલ, કોમ્‍પ્‍યુટર લેબ, સ્‍ટાફ  રૂમ,  ક્રિકેટ ગ્રાઉન્‍ડ સહિતનું સ્‍પોર્ટ કોમ્‍પ્‍લેક્‍સની સ્‍ટાન્‍ડર્ડ સુવિધાઓ મળશે. આ ગુરુકુળ ખાતે ધોરણ ૧ થી ૧૨ અંગ્રેજી મીડીયમ તથા ગુજરાતી મીડીયમની અભ્‍યાસની સુવિધા પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. વિદ્યા એટલે કે આધુનિક શિક્ષણ, સદવિદ્યા એટલે કે હિંદુ સંસ્‍કળતિના મૂલ્‍યો તથા બ્રહ્મવિદ્યા એટલે કે મોક્ષમુલક સંસ્‍કારોના ત્રિવેણી સંગમ સમાન આ ગુરુકુલ નિર્માણના મુખ્‍ય ભૂમિદાતા વિપુલભાઈ સુળિયા (શ્રી હરિ નમકીન) ઉપસ્‍થિત રહેશે. ખાતમુર્હુત તથા શિલાન્‍યાસ ઉત્‍સવના યજમાન જયેશભાઈ  પાંભર- લંડન તથા ધર્મનંદન ડાયમંડ સુરતના લાલજીભાઈ પટેલ, શ્રી હરિ ગ્રુપ સુરતના રાકેશભાઈ દુધાત, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, શિક્ષણ મંત્રી ફુલભાઈ પાનસેરીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડો. ભરતપભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ખોડલધામના ટ્રસ્‍ટી દિનેશભાઈ બાંભણિયા સહિતના સમગ્ર ગુજરાતભરમાંથી વિવિધ ઉદ્યોગપતિઓ,  ડોક્‍ટરો, વકીલો, અગ્રણીઓ સહિતના મોટી સંખ્‍યામાં હરિભક્‍તો ઉપસ્‍થિત રહેશે. છેલ્લા આઠ મહિના દરમિયાન હરિભક્‍તો દ્વારા શ્રી સ્‍વામિનારાયણ મહામંત્ર લેખન કરવામાં આવ્‍યું છે.ભૂમિ પૂજનમાં સ્‍વામિનારાયણ મહામંત્રના સાડા ત્રણ કરોડ મંત્રનું લેખન કરેલી બુક પાયામાં પધરાવવામાં આવશે. સમગ્ર મહોત્‍સવ ભવ્‍યતાથી ઉજવવા માટે જસદણના કૈલાશ નગર સ્‍વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનસ્‍વામીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે. આ પ્રસંગે તારીખ ૨૭-૪-૨૦૨૫  ને રવિવારે મહાપૂજા તથા ઇષ્ટિકા પૂજન યોજાશે. તા. ૨૯-૪-૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૯ થી બીજે દિવસે સવારે ૯ વાગ્‍યા સુધી અખંડ ધૂન યોજાશે. જે જગ્‍યાએ ભવ્‍ય ગુરુકુળનું નિર્માણ થનાર છે તે ભૂમિને વિશેષ પાવન કરવા માટે તારીખ ૨૮-૪ થી તારીખ ૩૦-૪ સુધી ભક્‍તચિંતામણી યજ્ઞ યોજાશે. તા. ૩૦-૪-૨૦૨૫ ને બુધવારે સવારે ૭-૩૦ કલાકે ૧૦૮ કાર તથા બાઇકની અતિ ભવ્‍ય શોભાયાત્રા યોજાશે. ભૂમિ પૂજન તથા શિલાન્‍યાસ સમારોહ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્‍થિત રહેવા જસદણ સ્‍વામિનારાયણ મંદિરના સાધુ ધર્મનંદનદાસજીએ અનુરોધ કર્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો