જસદણમાં ડો. બાબા સાહેબની જન્મજયંતિ નિમિતે વિનામુલ્યે મેડિકલ કેમ્પ યોજાયો
જસદણમાં ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિતે આંબેડકર ભવન ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને ડો. હેગડેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા એક વિનામૂલ્યે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં ડો. મયૂર ભુવા, ડો. મહાવીર બોરીચા, ડો. ક્રિષ્નાબેન બોરીચા,ડો. ઉમંગ વાઘેલા, સહિતના ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી આ તકે અનેક દર્દીઓએ આ સેવાનો લાભ લીધો હોવાનું પત્રકાર કાળુભાઈ ભગતએ એક યાદીમાં જણાવ્યું છે.