જસદણ ભાજપના રૂપારેલિયા દંપતિની ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને શબ્દાંજલિ
જસદણમાં ભારતરત્ન ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિતે અનેકાએક કાર્યો યોજાયા હતાં અને ડો. બાબા સાહેબને ગર્વભેર યાદ કરાયા હતાં ત્યારે જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ અનિતાબેન અને તેમના પતિ ભાજપના આગેવાન અલ્પેશભાઈ આ બંને રૂપારેલિયા દંપતિએ આજે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મજયંતિ પ્રસંગે શ્રદ્ધા સાથે શબ્દાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે આપણા બંધારણના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રતિક એવા ડો. બાબા સાહેબને તેમની જન્મજયંતિ નિમિતે નમન કરીએ છીએ દેશ માટે જેમનું યોગદાન અનન્ય રહ્યું એવાં બાબા સાહેબને હૃદયપૂર્વક વંદન કરીએ છીએ સમાનતા અને માનવીય ગૌરવ માટે સતત ઝઝૂમનારા ડો. બાબા સાહેબને તેમનાં કામોને આવનારી પેઢી પણ યાદ કરશે જેમનું યોગદાન કયારેય ભૂલાશે નહી.