WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સુરતી ખત્રી તપેલાનો સ્વાદ કોણે કોણે માણ્યો છે?

સુરત આમ પણ પોતાની ખાણીપીણી અને રહેણીકરણી માટે જગવિખ્યાત છે. સુરતી ઊંધિયું હોય કે સુરતી સ્પેશિયલ ઘારી હોય કે સુરતનો પોંક હોય કે સુરતમાં મળતી અવનવી પાણીપુરી હોય કે સુરતી સ્પેશિયલ લોચો હોય કે જાતજાતના આઇસક્રીમ ફ્લેવર હોય ભોજનમા તો એટલી બધી અલગ અલગ જાતજાતની વેરાયટીઓ છે. કે તમે લખી જ ના શકો બેસુમાર અઢળક મબલખ વેરાયટીઓઓ સુરતીઓ રોજ આરોગે છે.
આજે આપણે વાત કરીએ સુરતના ખત્રી સમાજના ખાસ તપેલાની વાત કરીએ. આ તપેલાની એટલી બધી માંગ હોય છે બીજી કોમના મિત્રો કે ઓળખીતા કે વ્યાપારી સબંધો ધરાવતા મિત્રો પણ સામે મળે કે ફોન પર વાત થાય તો ખાસ સામેથી વિનંતી કરે છે કે ભાઈ તારા તપેલામાં હમણાં મને ખાસ યાદ કરીને બોલાવજે. ઘણા મિત્રો તો ખાસ રજાના દિવસોમાં કે તેહવારોમા તપેલાનું ખાસ આગલા ચાર પાંચ દિવસથી આયોજન કરી રાખે છે .
મુળ સુરતનો ખત્રી સમાજ આ તપેલામાં માટે જાણીતો છે. મટન અને બીજા મસાલાનો ઉપયોગ કરી આ ખાસ તપેલું બનાવવામાં આવે છે. આ એક નોનવેજ વાનગી છે. આના માટે સ્પેશિયલ તપેલું બનાવનાર તપેલા માસ્ટરનો સંપર્ક કરવામાં આવે છે.
સૌથી પહેલા લાકડાનો ચૂલ સળગાવવામાં આવે છે . પછી એની ઉપર તપેલા માટેનું સ્પેશિયલ મોટું તપેલું મુકવામાં આવે છે. પછી તપેલાની અંદર તેલ રેડવામા આવે છે પછી સાફ કરેલું મટન તપેલામાં નાખવાનું હોય છે. આ મટનને ચાલુ ચૂલમાં અર્ધો કલાક સુધી હલાવવામાં આવે છે મોટા કડછાથી સતત અર્ધો કલાક મટનને તપેલામાં હલાવવામાં આવે છે. પછી સાફ કરેલા ટુકડા કરેલા કાંદા અંદર નાખવાના હોય છે . પછી એની ઉપર મરચા લીલી હળદર આદુ અને સાફ કરેલું લસણ નાખી દેવાનું હોય છે ગરમ મસાલામાં મરચાની ભૂકી તજ લવિંગ પણ નાખવાના હોય છે. થોડી વારમાં તપેલું તૈયાર થઈ જાય છે.
તપેલા સાથે સ્પેશિયલ પુરી પણ બનાવવામાં આવે છે. એક અલગ ખાસ પ્રકારની નરમ પુરી બનાવવામાં આવે છે. તપેલું તૈયાર થાય પછી એને પુરી સાથે ખાવાની લિજ્જત તો સુરતી ખત્રીઓ સારી રીતે જાણે છે.
ખત્રી સમાજના સુખદુઃખના બધા પ્રસંગોમાં તપેલાંને ખાસ યાદ કરવામાં આવે છે.
ખાસ નરમ શાકના રસાવાલુ તપેલું નરમ પુરી સાથે વરસોથી સુરતની શાન છે 
જો તમારે તપેલું ખાવું હોય તો સ્પેશિયલ કોઈ ખત્રી મિત્રને પકડવો પડે અથવા તપેલું બનાવનાર માસ્ટરનો સંપર્ક કરવો પડે.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો