ભારતમાં દર વરસે લાખોની સંખ્યામાં એન્જનિયરો ભણી ગણીને બહાર પડે છે. પણ આમાંથી ૮૦ ટકા લોકો રોજગારી મેળવવામાં નિષ્ફળ જાય છે. એક સર્વે મુજબ આમાંથી ૪૦/૪૫ ટકા લોકો જ નોકરી મેળવી શકે છે અને તેમાં પણ ઘણા ઓછા પગારની નોકરીઓ કરે છે .
શા માટે આટલી મોટી સંખ્યામાં એન્જીનીયરો હોવા છતાં બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે?
ભારતમાં શિક્ષિત બેકારોની સંખ્યા દિવસે દીવસે વધવાનું કારણ શિક્ષણની ગુણવત્તા અને ઔધોગિક જરૂરિયાતો વચ્ચેનું મોટું અંતર છે. આપણી મોટાભાગની કૉલેજોમાં વરસોથી એકનો એક જુનો અભ્યાસકર્મ પ્રમાણે જ ભણાવવામાં આવે છે અને તે નવા લેટેસ્ટ જમાના પ્રમાણે નવી ટેકનોલોકોજી સેમી કંડકટર આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ મશીન લર્નિંગ સાથે મેળ ખાતું નથી .
આના કારણે આશરે પોણા ભાગના શિક્ષિતો ઉદ્યોગો માટે કોઈ કામના નથી. કારણકે આ શિક્ષિતો પાસે પ્રાયોગિક કૌશલ્યો અને કઈ નવું કરવાની ભાવનાની બહુ મોટી કમી છે. આ ઉપરાંત આપણા શિક્ષકોની ગુણવત્તા જરૂરી સાધનોનો અભાવ પણ જવાબદાર છે
ઇન્ટરશિપની તકો પણ અહીં ઓછી છે. વિદ્યાથીઓ માત્ર ડીગ્રીઓ મેળવવા ભણે છે તેમની પાસે આપણા ઉદ્યોગોની માંગ પુરી કરવાની લાયકાત નથી
આપણે ત્યાં શિક્ષણની સિસ્ટમ અને ઉદ્યોગો વચ્ચે કોઈ તાલમેલ છે જ નહી
અભ્યાસકર્મો નિષ્ણાત કાબેલ દક્ષ લોકો પાસે તૈયાર કરાવવા જોઈએ દરેક વિદ્યાથીઓને ફરજીયાત ઇન્ટરશિપ ઉદ્યોગો આધારિત પ્રોજેક્ટ આપવા જોઈએ ઉદ્યોગો સાથે સંયુક્ત તાલીમ વર્ગો ઊભા કરવાની ખાસ જરૂર છે
આનાથી વિદ્યાથીઓને ઉદ્યોગોની જરૂરિયાત પ્રમાણે કૌશલ્યો મળશે જેના કારણે આવક ઊભી થશે . ઉદ્યોગોને કુશળ માનવ બળ મળશે જે ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે આપણે ત્યાં સંશોધનમાં ઘણું કામ કરવાનું બાકી છે
સરકારે પણ ટેકસમાં છૂટ અને સબસિડી આપવી જોઈએ બધા મળીને કઈ કરીએ તો ચોક્કસ સારા પરિણામો મળી શકે છે
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭