હાલમાં બજારમાં મંદી ચાલી રહી હતી. આવા કપરા સમયમાં પવિત્ર રમજાન માસનું આગમન થયું. આખા જગતની મસ્જિદોમાં શહેરોમાં રોનક ચમક આવી ગઈ. ઠેકઠેકાણે રાત્રિ બજારો ભરાવવા માંડ્યા.
રમજાન માસ આપણા વેપાર ધંધા રોજીમાં બરકત લઈને આવ્યો છે. શાંત બજારોમાં મોડી રાત સુધી ચહલપહેલ ભીડ દેખાય રહી છે. વેપાર ધમધમવા લાગ્યો છે .
સુરતની વાત કરીએ તો પહેલા રાંદેર, ઝાંપાબજાર સહિત ચાર પાંચ બજારો જાણીતા હતા. હવે ઠેકઠેકાણે બજારો ભરાવવા માંડ્યા છે. આ બજારો એક મહીનાથી લાખો લોકોને રોજગાર પુરો પાડી રહ્યા છે. નાના મોટા તમામને કામ મળી રહ્યું છે . પૈસા આવી રહ્યા છે. બજારોમાં એક અનોખી રોનક ચમકદમક દેખાય રહી છે.
લાઈટિંગવાલા નાની બેકરીવાલા જે નાન પાઉ અવનવી બિસ્કિટો બનાવે છે. તે બેકરીવાલા ઓર્ડરોને પહોંચી વળતા નથી. ઈંડા મટન ખીમો મુરઘી નોનવેજ ધુમ વેચાઈ રહ્યું છે.
શાકભાજી બજાર પણ જોરમાં છે. કેળા દ્રાક્ષ તડબુચ પપૈયા સહિતના ફ્રુટો લારીઓમાં ટેમ્પામાં ઢગલેબંધ વેચાય રહ્યાં છે. બુટ ચપ્પલ મોજા ચશ્મા ટોપીનું માર્કેટ પણ ચાલી રહ્યું છે . કપડાંની સિલાઈ કરનાર ટેલરો પાસે સમય નથી. તૈયાર રેડીમેડ કપડાં પેન્ટ શર્ટ ટી શર્ટ લેડીસ ડ્રેસ દુપટ્ટા બુરખા ઉપડી રહ્યા છે. કટલરી મેકઅપ સામાન પરચુરણ વસ્તુમાં ઘરાકી દેખાઈ રહી છે.
પરાઠા કુલ્ફી વેચાણમાં એક નંબર છે. હોલા માલપુઆ વેચાઈ રહ્યા છે.
પરાઠામાં આ વખતે મામના પરાઠા મટન પરાઠા ચીજ પરાઠા ખીમા પરાઠા મરઘીના પરાઠા ધુમ મચાવી રહ્યા છે. અવનવી વેરાયટીઓમાં કુલ્ફી ઠંડક કરવા મળી રહી છે. તમે ખાવાની વાત છોડો તમે નામ સાંભળીને ધરાઈ જાવ એટલી ખાવાપીવાની વાનગીઓ મળી રહી છે. લેગ પીસ સીના પીસ ટિક્કા બિરિયાની મઠો અલગ અલગ વેરાયટીઓમાં હાજર છે. સુરત જેના માટે પ્રખ્યાત છે એ સ્પેશિયલ સુરતી બારાહાંડી હાજર છે. નલ્લી નિહારી પાયા ભેજો માંગો તે મળી રહે છે.
રિક્ષાવાલા લારીવાલા રોજિંદુ કામ કરનાર મજુર વાનગીઓ બનાવનાર કારીગર દુકાનદારો નાની હોટલ રેસ્ટોરન્ટવાલા બધાના જ ચહેરા પર ખુશી છે. ચાહ પાનના ગલ્લા આખી રાત ખુલ્લા હોય છે.
જકાત દાન લેવા તો આ વખતે ઠેક ઉત્તર પ્રદેશ બિહાર કલકતા સહિતના રાજ્યોમાંથી લોકો સુરત સહિતના શહેરોમાં આવ્યા છે. કેટલાક અપંગ હોવાનો ઢોંગ કરી જનતાને છેતરે છે. જકાત તમારા આજુબાજુ પડોશીઓ સગાવ્હાલામાં કોઈને મદદની જરૂર હોય જે શરમના કારણે કોઈને કહી શકતા ના હોય એમને પહેલા આપવી જોઈએ કોઈના ઘરમાં રોજા કરવાનો રોજા છોડવાનો સામાન ના હોય તો એમને પહેલા મદદ કરવી જોઈએ
અનાજ ઘઉંનો લોટ તેલ કરીયાનાનો સામાન ભરાવી આપવો જોઈએ ઇદ સ્પેશિયલ શિરખુરમાં માટે હવે તૈયાર પેકેટ જ મળે છે તે આપવા જોઈએ જેથી નાના પરિવારોના ઘરે પણ ઇદના દિવસે શિરખુરમો બને.
ફી આરોગ્ય દવા દારૂમાં પૈસા આપવા જોઈએ. કોઈને વેપારમાં દસ વીસ હજાર જેવી નાની રકમની જરૂર હોય તો આપી માલ ભરાવી એ વ્યક્તિને ઊભો કરવો જોઈએ જેથી એ બરાબર વેપાર કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે
આમ રમજાન માસ નાના મોટા બધાને આધ્યાત્મિક ધાર્મિક લાભો સાથે આર્થિક રીતે પણ ખુબ મદદગાર સાબિત થઈ રહ્યો છે
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭