WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રમજાન ઈદનું શું મહત્વ છે?

આપ બધા ભાઈઓ બહેનોને દિલી મુબારકબાદી આપું છું 
રમજાનનો બરકતી મહીનો પોતાની રોશની અને નેમતોના સાથે પુરો થઈ રહ્યો છે અને આપને બધાને ઈદની ખુશી નસીબ થઈ છે. ઈદનો દિવસ માત્ર ખુશી અને જલસા કરવાનો દિવસ નથી; ઇન્સાનિયતની માનવતાની ભલાઈમાં આગળ વધવાનો એકતા અને ભાઈચારો મજબુત કરવાનો પણ દિવસ છે.
રોજાની ઇબાદત સબ્ર અને સમર્પણ ત્યાગ પ્યાસ પછી આ તહેવાર આપણને એમ શિખામણ આપે છે કે આપણે આપણા દિલને હૃદયને મનને બધી જ નફરતો ઈર્ષા જલન અને આપણી થયેલી ભુલોથી પાક કરીએ.
આપણા જાણ્યે અજાણ્યે થયેલા ગુનાઓની માફી માંગીએ ફરી આવી ભુલો નહી કરીએ એની ખાતરી આપીએ અને નેક સાચા રસ્તા પર ચાલવાની કોશિશ કરીએ.
આ ઇદ આપણને સમાજના છેવાડાના વંચિત લોકોની તકલીફો મુસીબતો પ્યાસ ભુખને પણ યાદ રાખીએ અને જરૂરમંદોની મદદ કરવાનો પ્રયાસ કરવાની યાદ અપાવે છે.
આજના મુબારક દિવસે મારી દુવા છે કી આપની બધી દુવા કબુલ થાય આપણા ઘરોમાં પરિવારોમાં ખુશહાલી બરકત અને શાંતિ ચેન અને સુકુન રહે. આપણા દિલોમાંથી બધા ગમ દુર થાય અને આપણી જિંદગી ખુશીયો ભરી ખુશખુશહાલ અને આબાદ થઈ જાય.
આપણે તથા આપણા પરિવારને ઈદની ખોબો ભરીને શુભેરછાઓ 🙏🙏🙏🙏🙋🏼‍♀️🙋🏼‍♀️🙋🏼‍♀️🙋🏼‍♀️🙋🏼‍♀️🙋🏼‍♀️
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો