WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગુટકા કેવી રીતે છોડાવી શકાય?

સામાન્ય રીતે માણસો ટેન્શન ચિંતાથી બચવા વ્યસનનો આશરો લે છે. ક્યારે દેખાદેખીમાં ક્યારે મિત્રોના દબાણને વશ થઈ વ્યસનની શરૂઆત થાય છે. ક્યારે શોખને ખાતર માણસ વ્યસનની શરૂઆત કરે છે. પછી ધીમે ધીમે શોખ આદતમાં ક્યારે પલટાઈ જાય છે ખબર પડતી નથી. પછી તો વ્યસનની નાગચૂડમાંથી બહાર નીકળતા નાકમાં દમ આવી જાય છે.

હમણાં ઘણી ગંભીર વાત એ છે કે હવે ચાહ કોફી તો ઠીક બીડી સિગારેટ ગુટકાનું વ્યસન કુદકે ને ભુસકે વધી રહ્યું છે ડ્રગ્સ તો લગભગ રોજ પકડાઈ રહ્યું છે. એક નાની વાત છે પણ ચોટદાર વેધક છે.
એક નાનો દીકરો પિતાની ગુટકા ખાવાની લતથી હેરાન પરેશાન હતો. એક દિવસ પિતા હળવા મુડમાં હતા. તેથી દીકરાએ પિતાને પ્રશ્ન કર્યો પપ્પા મારી એક વાત માનશો? પપ્પાએ કહ્યું કે ' ગુટકા છોડવા સિવાય જે કહીશ એ બધું માનીશ.
દીકરાએ કહ્યું કે ' પપ્પા હું તમને ગુટકા છોડવાનું નહી કહું પરંતુ માત્ર તમે સવારથી સાંજ સુધી તમે જેટલા ગુટકા ખાવ તે તમારે મને ઘરે આવીને કહી દેવાનું.
પપ્પાએ કહ્યું હા ' હું તને વચન આપું છું કે ચોક્ક્સ સાચે હુ તને કહી દઈશ.
દીકરાએ બીજી વાત મુકી કે બીજું કંઈક માંગુ તો આપશો?
પપ્પાએ કહ્યું કે હા બેટા! ચોક્ક્સ આપીશ.
દીકરાએ કહ્યું, પપ્પા તમે ફરી નહી જાવ ને? પપ્પાએ કહ્યું તારા સમ નહી ફરી જાઉં.
દીકરાએ મોકાનો ફાયદો ઉઠાવતા કહ્યું કે, તમે દિવસ દરમિયાન જેટલા ગુટકા ખાવ તેટલા તમાચા તમારે મારા ગાલ પર જોરથી સાંજે ઘરે આવો ત્યારે મને મારવાના.
દીકરાની વાત સાંભળી પપ્પા સ્તબ્ધ થઈ ગયા બે ઘડી દીકરા સામે જોવા લાગ્યા પપ્પાના પગ નીચે જમીન સરકવા માંડી.
પપ્પાએ કહ્યું, મારા જીવના ટુકડાને હું તમાચા મારું?
તે વખતે દીકરાએ પપ્પાને કહ્યું પપ્પા! ભગવાન ના કરે ને ગુટકા ખાવાથી જે નુકસાન બધાને થાય છે એવું તમને કંઈક થઈ જશે અને તમારી ગેરહાજરીમાં આ દુનિયા અમને કેવા મારશે. તમારા તમાચા સહન કરી શકીશ, પણ દુનિયાના મેણાં હું કેવી રીતે સહન કરી શકીશ? 
દીકરાની વાત સાંભળીને પપ્પાનું કઠોર હૃદય પીગળી ગયું. જે ગુટકા કોઈ ના છોડી શકે એ ગુટકા દીકરાએ કાયમ માટે છોડાવી દીધા.
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો