WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

મોબાઈલ તમારા જાનનું જોખમ પણ વધારે છે.

મોબાઈલ ઍક રીતે જોઈએ તો કામની વસ્તુ છે. તેમાં અનેક સુવિધાઓ છે. વિડિઓ કોલ કરી દુર દુર હજારો માઇલ દુર રહેતા કુટુંબીજનો દોસ્તો પરિવારના સભ્યોનો આપણે ચેહરો જોઈ વાત કરી શકીએ છે. જાણે રૂબરૂ સામે બેસીને વાત કરતા હોય એવું લાગે. પણ આ જ મોબાઈલ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે.

આપણે હવે એક વણજોઈતી ખરાબ આદત પડી ગઈ છે કે બહાર જમવા ગયા તરત ફોટા પાડી મોબાઈલમાં સ્ટેટ્સ અને ગ્રુપમાં મુકી દઇએ છીએ. જરા આમ ગયા તરત જ ફોટા જરા તેમ ગયા તરત જ ફોટા. અરે કોઈના હોય તો આપણે એકલા એકલા પણ આપણા જ ફોટા પાડીએ છીએ જે સેલ્ફી તરીકે હવે બહુ પ્રખ્યાત છે. સેલ્ફી લેતા લેતા કેટલાકે જાન પણ ગુમાવ્યો છે છતાં આપણે સુધરવાનું નામ લેતા નથી.
ભરૂચ જી. આઈ. ડી. સી . નો એક બનાવ આપણી આંખ ઉઘાડનારો છે.
બે બચપણના ખાસ મિત્રો હતા ભરૂચમાં અલગ અલગ જગ્યાઓ પર નોકરી કરતા હતા. ગાઢ મિત્રો હતા એકબીજાના ઘરે આવવા જવાનો વ્યવહાર હતો. કોઈ એક દિવસ એક મિત્રના મોબાઈલમાંથી બીજા એક મિત્રે મિત્રની પોતાની પત્ની સાથેના અંગત પળોના ફોટા મોબાઈલમાં સેવ કરી દીધા.
આપણને આદત હોય છે કે આપણી પત્ની સાથે ક્યાં બહાર ફરવા કે જમવા ગયા હોય તો આપણા મિત્રને કહીએ છે કે લે ચાલ જરા તું બે ચાર ફોટા પાડ. આ આદત હવે ખાસ બદલવા જેવી છે .
પોતાના મિત્રના મોબાઈલમાં પોતાની પત્ની સાથેના અંગત પળોના ફોટા છે એવી જાણ થતા મિત્રએ પોતાના મિત્રને મોબાઈલમાંથી એ ફોટા ડિલીટ કરવાનું કહ્યું પણ બીજો મિત્ર માન્યો નહી. ફોટાના જોરે એ મિત્ર પોતાના મિત્રને બ્લેકમેઇલ કરવા લાગ્યો. જેથી બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ.
પછી એક દિવસ મિત્રે પોતાના મિત્રને ઘરે જમવા બોલાવ્યો. જમીને પાછા પેલા મિત્રએ પોતાના મિત્રને મોબાઈલમાંથી ફોટા ડિલીટ મારવાનું કહ્યું પણ પેલો મિત્ર નહી માનતા ગુસ્સે ભરાયેલા મિત્રએ પોતાના ખાસ મિત્રની હત્યા કરી નાખી.
આપણને માણસ તરીકે ઓળખાવાની લાયકાત તો ક્યારના ગુમાવી ચુક્યા છે. બીજે દિવસે મિત્રની હત્યા કરનાર મિત્ર બજારમાંથી આરી ગાર્બેજ બેગ અને લેડીસ ગાઉન લઈ આવ્યો 
પોતાના લાંબા સમયથી અંગત મિત્ર રહેલા મિત્રની લાશના આરીથી કસાઈ જેમ પશુઓને કાપે એના કરતા પણ ખરાબ રીતે હાથ પગ માથું કાપી લાશના નવનવ ટુકડા કર્યા. કેમ જીવ ચાલતો હશે?
આપણે હાથમાં કે શરીરમાં કોઈ જગ્યા પર જરા વાગી જાય છે તો આપણો જીવ નીકળી જાય છે આપણને ખુબ દુઃખ થાય છે જરા હાથમાં જોરથી એક ટાંકણી ભોંકી જુવો. જ્યારે અહીં પોતાના ખાસ અંગત મિત્રની લાશના બેરહેમીથી કટકા કર્યા. ઘોર કળયુગ આવી ગયો છે. હજુ આ બધું ક્યાં જઈને કેવી રીતે અટકશે એ તો ઉપરવાલાને પણ કદાચ ખબર નહી હોય. પછી રોજ રાતે લેડીસ ગાઉન પહેરી એક એક અંગ ગટરમાં નાખી લાશનો નિકાલ પણ કર્યો.
કોણ જાણે કેમ હવે આપણા દયા કરુણાનો છાંટો પણ બાકી રહ્યો નથી . મિત્રનો બચાવ કરવાનો પ્રયાસ નથી મિત્રએ ચોક્કસ ગંભીર ગુનો કર્યો છે. એની ના નહી પણ આટલી ઘાતકી રીતે હત્યા કરવામાં આવી એ ખુબ જ દુઃખદાયક છે 
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો