WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જમ્મુ કાશ્મીરમાં મંગળવારે થયેલ આંતકવાદી હુમલાની કડી નિંદા કરતાં ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ

જમ્મુ કાશ્મીરમાં મંગળવારે થયેલ આંતકવાદી હુમલાની કડી નિંદા કરતાં ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 27 લોકોનાં મોત થયાં. આ ઘટના મંગળવારે બપોરે 2.45 વાગ્યે બૈસરન ખીણ વિસ્તારમાં બની હતી. આતંકવાદીઓએ યુપીના સુભમ દ્વિવેદીનું નામ પૂછ્યું અને પછી તેના માથામાં ગોળી મારી દીધી આ ઘટનાને લઈને જસદણના દેશપ્રેમીઓમા ભારે રોષ ભભુકી ઉઠ્યો છે આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે કાશ્મીરના જે સમાચાર છે તે દેશ અને દુનિયામાં ભારે ચિંતાજનક છે.
આંતકવાદ સામે કેન્દ્રની ભાજપ સરકારએ ભૂતકાળમાં પણ કડક વલણ અપનાવ્યું છે અને હાલ પણ કડક કાર્યવાહી માટે તમામ પ્રકારની કાર્યવાહી હાથ ધરી છે મૃતકોના આત્માને શાંતિ અને ઘાયલોને સ્વસ્થ થવા મારી પ્રાર્થના છે દેશના વડા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને દેશ સહિત અમારો ટેકો છે અને સહાનુભુતી છે અને હુ આ આંતકી હુમલાની કડક નિંદા કરું છું.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો