WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ચા નો ધંધો ચલાવતાં અમરશી રાઠોડ નોખી માટીના માનવી

જસદણમાં ચા નો ધંધો ચલાવતાં અમરશી રાઠોડ નોખી માટીના માનવી 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણની શાકમાર્કેટમાં ચા ની કેબિન રાખી ચા કીટલી ચલાવતા અમરશી રાઠોડ પોતાના ધંધા સાથે સેવા ભાવના ધરાવતાં હોય એટલે શહેરમાં ખાસ્સા લોકપ્રિય બની ગયાં છે બુધવારે આંતરરાષ્ટ્રીય ચા દિવસ બહુ ગાજ્યો પણ જસદણના અમરશી રાઠોડ ચા ના ધંધા સાથે સંકળાઈને પોતાની સેવા ભાવના વહાવી છે વાત કરીએ તો શહેર ભાજપમાં મહત્વનો હોદ્દો ધરાવતા અમરશી રાઠોડની વાત કરીએ તો તે તેમની ચા કીટલી પર આવતાં ગ્રાહકો પૈકી કોઈ ગરીબ વ્યક્તિ પાસે પૈસા ન હોય તો પણ તેમને ચા પીવડાવી તેમની દુઆ મેળવે છે આટલું જ નહીં પણ કોઈ ભૂખ્યું હોય તો તેને પણ ચા ની સાથે પારલે કંપનીના બિસ્કિટનું પડીકું પણ આપી ચા ની ડબલ ચુસ્કી મરાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યાં છે ગત કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જસદણની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી અને તેમના પરિવારજનોને પણ ચા પીવડાવી એક ખરાં અર્થમાં સેવા કરી હતી આજે આંતરરાષ્ટ્રીય ચા દિવસ અનુસંધાને તેમને ઠેર ઠેરથી શુભેચ્છા મળી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો