WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સ્થાનિક રાજકારણમાં ખળભળાટ:જસદણ નગરપાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ: સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું.

સ્થાનિક રાજકારણમાં ખળભળાટ:
જસદણ નગરપાલિકા પ્રમુખ પર ભ્રષ્ટાચારના આરોપ: સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયું.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર-5 ના અપક્ષ સદસ્ય સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ નગરપાલિકા પ્રમુખ વિરુદ્ધ ગંભીર આરોપો સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટથી રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ પોસ્ટમાં પ્રમુખના ફોટો સાથે લખાણ છે કે, "જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રજાની વચ્ચેથી ખોવાઈ ગયેલ છે.

સુરેશભાઈએ પોસ્ટમાં દાવો કર્યો છે કે પ્રમુખે નગરપાલિકાના સભ્યોના નંબર બ્લેકલિસ્ટમાં નાખ્યા છે, 16 મે, 2025ની સામાન્ય સભાની મિનિટ બુક હજુ લખાઈ નથી અને જસદણના વિકાસને રોકવામાં પ્રમુખે સફળતા મેળવી છે. તેમણે વધુ આરોપ લગાવ્યો કે ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોને સંરક્ષણ આપવામાં આવે છે, જેના કારણે જસદણની પ્રજા પીડાઈ રહી છે.

આ વાયરલ પોસ્ટથી જસદણના નગરજનોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિક લોકોમાં તરેહ-તરેહની વાતો ચાલી રહી છે, અને આ મુદ્દે રાજકીય પક્ષો વચ્ચે પણ તણાવ વધવાની શક્યતા છે. હજુ સુધી નગરપાલિકા પ્રમુખ કે અન્ય અધિકારીઓ તરફથી આ આરોપોનો કોઈ સત્તાવાર જવાબ આવ્યો નથી. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવો વિવાદ જન્માવ્યો છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થવાની શક્યતા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો