WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ગઢડીયામાં પોલીસનો દરોડો: 10 શખ્સો જુગાર રમતાં ઝડપાયાં

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ પોલીસે ગઢડીયા ગામની સીમમાં રેઇડ કરી જુગાર રમતા ૧૦ શખ્‍સોને રાજકોટ ગ્રામ્‍યના પોલીસ અધિક્ષક હિમકરસિંહે પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નેસ્‍ત નાબુદ કરવા સુચના કરેલ હોય. જે અન્‍વયે ગોંડલ ડીવીઝનના નાયબ પોલીસ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસે ગઢડીયા ગામની સીમમાં રેઇડ કરી જુગાર રમતા ૧૦ શખ્‍સોને ર૬,૭૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્‍સોમાં (૧) વિજય જેમાભાઇ જીંજરીયા રહે. ગઢડીયા ગામ, (ર) પ્રકાશ શંભુભાઇ બાવળીયા રહે. ખાંડા હડમતીયા ગામ (૩) બાબુ ભાયાભાઇ જીંજરીયા રહે. ગઢડીયા ગામ (૪) અશ્વીન ખોડાભાઇ ઝાપડીયા રહે. ખાંડા હડમતીયા ગામ (પ) કેતન વાઘજીભાઇ શેખ રહે. ખાંડા હડમતીયા ગામ (૬) અજય મનસુખભાઇ શેખ રહે. ખાંડા હડમતીયા ગામ (૭) હર્ષદ  કરશનભાઇ શેખ રહે. ખાંડા હડમતીયા ગામ (૮) સંતોષ બહાદુરભાઇ જીંજરીયા રહે. ગઢડીયા ગામ (૯) ભાવેશ ધીરૂભાઇ ઝાપડીયા રહે. ખાંડા હડમતીયા ગામ તથા (૧૦) જયરાજ જુગાભાઇ મેણીયા રહે. બાખલવડ ગામ, તા. જસદણનો સમાવેશ થાય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો