કમળાપુર, ગઢડીયામાં જુગાર રમતા 17 શખ્સને પોલીસે પકડી પાડી રૂ. 43 હજારની મત્તા જપ્ત કરી હતી, કમળાપુર ગામની સીમમાં કરણ ઉર્ફે બાબભાઈ રાઠોડની વાડીના સેઢે લીમડાના ઝાડ નીચે પત્તા ટીંચતા બચુ રાઠોડ, મનુ ઓતરેજીયા, વિપુલ રામાણી, ધીરૂ બાવળીયા, વસંત વાઘાણી, કાળુદાદા બાંભણીયા અને કરણ ઉર્ફે રાઠોડને પકડી પાડી રૂ. 16870ની મતા કબજે કરી હતી, જ્યારે બીજા દરોડામાં ગઢડીયા ગામની સીમમાં જુગાર રમતા વિજય જીંજરીયા, પ્રકાશ બાવળીયા, બાબુ જીંજરીયા, અશ્વિન ઝાપડીયા, કેતન શેખ, અજય શેખ, હર્ષદ કરશન શેખ, સંતોષ બહાદુર જીંજરીયા, ભાવેશ ધીરૂ ઝાપડીયા અને જયરાજ જીગા મેણીયાને દબોચી રૂ. 26700ની રોકડ કબ્જે કરી હતી.