હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આજ સુધીમાં લગભગ તમામ વોર્ડમાંથી એકલ દોકલ કોરોનાના કેસ આવી રહ્યા છે. જેમાં આજે પણ વધુ આઠ પોઝેટીવનો ઉમેરો થયો છે.
રાજકોટ રૂરલ એસપી હિમકર સિંહ સહિત આઠ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોમ આઈસોલેટ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. તા. 19ના રોજ પ્રથમ કેસ આવેલ ત્યાર બાદ 16 દિવસમાં 52 કેસ નોંધાયા છે. અને 12 દર્દીને સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ શહેરમાં 40 એક્ટિવ કેસ હોવાનું આરોગ્ય વિભાગમાંથી જાણવા મળેલ છે.